Saturday, September 5, 2026
HomeSportsCricketWTC ફાઈનલની રેસ રસપ્રદ બની, પાકિસ્તાન પણ રેસમાં જાણો બધી ટીમોના સમીકરણ

WTC ફાઈનલની રેસ રસપ્રદ બની, પાકિસ્તાન પણ રેસમાં જાણો બધી ટીમોના સમીકરણ

Date:

Related stories

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

World Test Championship 2024-25 : પૂણે ખાતેની ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ સામે 113 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે જ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ પણ ગુમાવી દીધી છે. આ હારને લઈને ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ(WTC)ના પોઈન્ટ ટેબલમાં પણ ઝટકો લાગ્યો છે. પૂણે ટેસ્ટ પહેલા ભારતીય ટીમના 68.06 ટકા ગુણ હતા. જ્યારે પુણેમાં હાર બાદ તેના ગુણની ટકાવારી ઘટીને 62.82 થઈ ગઈ છે.

WTC ટેબલમાં ભારત હજુ પણ પહેલા અને ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે. જો કે, કઈ બે ટીમો ફાઇનલમાં પહોંચશે તે કહેવું ઘણું વહેલું છે. કારણ કે 5 ટીમો હજુ પણ ફાઈનલની રેસમાં છે. માત્ર વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ ફાઈનલની રેસમાંથી બહાર છે. જો કોઈ ટીમ 60 ટકા પોઈન્ટ સાથે તેના અભિયાનનો અંત લાવી દે છે. તો તેની ફાઇનલમાં પહોંચવાની તકો વધી જશે. ભારતે છેલ્લી વખત 58.8 ટકા ગુણ સાથે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
અત્યાર સુધીમાં ભારતીય ટીમના 13 મેચમાં 8 જીત, 4 હાર અને 1 ડ્રો સાથે 98 પોઈન્ટ છે. જ્યારે બીજા ક્રમે રહેલી કાંગારૂ ટીમના 12 મેચમાં 8 જીત, 3 હાર અને એક ડ્રો સાથે 90 પોઈન્ટ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (2023-25)ના વર્તમાન ચક્રમાં માત્ર 20 ટેસ્ટ મેચો જ બાકી છે. આ સ્થિતિમાં જીત અને હારના કારણે ટીમોના સમીકરણો બદલાતા જોવા મળશે. ચાલો તમામ 9 ટીમોની વર્તમાન સ્થિતિ પર એક નજર કરીએ…

  1. ભારત (62.82 ટકા) : ભારતીય ટીમ માટે સમીકરણ સ્પષ્ટ છે. ભારતે ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ મેચ જીતવી પડશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં 3-2થી હરાવવું પડશે. એટલે કે ટીમને કુલ છમાંથી ચાર મેચ જીતવી પડશે. આ સાથે તેના ગુણ 64.04% થઇ જશે.

જો ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ હારી જશે તો ટીમને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ચાર જીત અને એક ડ્રો મેચની જરૂર પડશે. જો ભારત તેની બાકીની છ મેચમાંથી માત્ર ત્રણ જીતે છે અને ત્રણ હારી જાય છે તો તેની પોઈન્ટ ટકાવારી 58.77 થશે. જે આગળ વધવાની સંપૂર્ણ ખાતરી આપતું નથી. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડના ગુણની ટકાવારી ભારત કરતા વધુ થઇ શકે છે.

  1. ઓસ્ટ્રેલિયા (62.50 ટકા) : ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં ભારતના પરાજયથી ઓસ્ટ્રેલિયાની ફાઇનલમાં પહોંચવાની શક્યતા વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયાનો ભારત સામે 3-2થી સીરિઝ જીતવાથી અને શ્રીલંકામાં 1-0થી જીત સાથે, તેમનો સ્કોર 62.28 ટકા થઈ જશે, જે તેમને ભારત કરતા આગળ રાખશે. ઓસ્ટ્રેલિયાએ અન્ય પરિણામોને ધ્યાનમાં લીધા વિના ફાઇનલમાં પ્રવેશવા માટે તેની બાકીની સાત મેચમાંથી પાંચ જીતવી પડશે. ઓસ્ટ્રેલિયાએ તેની ધરતી પર ભારત સામે 5 ટેસ્ટ મેચ રમવાની છે, જ્યારે શ્રીલંકાના પ્રવાસમાં તેણે બે ટેસ્ટ મેચ રમવાની છે.
  2. શ્રીલંકા (55.56 ટકા) : શ્રીલંકાની ટીમે ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ 2-0થી જીતી લીધી હતી. જેના કારણે તે ફાઈનલની રેસમાં છે. શ્રીલંકાએ વધુ ચાર મેચ રમવાની છે. જો તેઓ તે તમામ મેચો જીતી જશે તો તેમની 69.23 ટકાવારી રહેશે અને ફાઇનલમાં પોતાનું નિશ્ચિત કરી લેશે. જો શ્રીલંકાની ટીમ એક મેચ હારે છે અને ત્રણ જીતે છે, તો તે 61.54 ટકા પર સમાપ્ત થશે. આ સ્થિતિમાં તેણે બાકીના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે બે-બે ટેસ્ટ મેચ રમવાની છે.
  3. ન્યૂઝીલેન્ડ (50.00 ટકા ): ભારત સામે સતત બે જીતથી ન્યૂઝીલેન્ડ ટીમની આશા જાગી ગઈ છે. જો તે બાકીની મેચો જીતે છે, તો તેઓ 64.29 ટકા પર પોતાનો સ્કોર સમાપ્ત કરશે. જો ન્યૂઝીલેન્ડની ટીમ એક પણ મેચ હારે છે તો તેની ટકાવારી ઘટીને 57.14 થઈ જશે.
  4. દક્ષિણ આફ્રિકા (47.62 ટકા) : જો દક્ષિણ આફ્રિકા બાકીની પાંચ ટેસ્ટ જીતે છે, તો તેની ટકાવારી 69.44 રહેશે. જે ફાઇનલમાં પહોંચવા માટે પૂરતું હશે. ચાર જીત અને એક ડ્રોના કિસ્સામાં દક્ષિણ આફ્રિકા 63.89 ટકા પર પોતાનો સ્કોર સમાપ્ત કરશે. જ્યારે પાંચ જીત અને એક હારના કિસ્સામાં તેના પોઈન્ટ્સની ટકાવારી 61.11 રહેશે.
  5. ઈંગ્લેન્ડ (40.79 ટકા) : પાકિસ્તાન સામેની ટેસ્ટ સીરિઝમાં 1-2થી મળેલી હારને કારણે ઈંગ્લેન્ડ ફાઈનલની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયું છે. જો ઇંગ્લેન્ડ તેની છેલ્લી સીરિઝમાં ન્યુઝીલેન્ડને 3-0થી હરાવે તો પણ તે મહત્તમ 48.86% પોઈન્ટ મેળવી શકે છે. ઈંગ્લેન્ડે પોતાના ઘરે ન્યુઝીલેન્ડ સામે ત્રણેય મેચ રમવાની છે.
  6. પાકિસ્તાન (33.33 ટકા) : પાકિસ્તાને ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું. પરંતુ તેની ફાઈનલ રમવાની શક્યતા ઘણી ઓછી છે. જો પાકિસ્તાન તેની બાકીની ચાર મેચ જીતી જાય તો પણ તે માત્ર 52.38 ટકા સુધી જ પહોંચી શકશે. આ સ્થિતિમાં તેણે અન્ય ઘણાં પરિણામો પર નિર્ભર રહેવું પડશે. પાકિસ્તાને દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે બે-બે ટેસ્ટ મેચ રમવાની છે.
  7. બાંગ્લાદેશ (30.56 ટકા) : બાંગ્લાદેશી ટીમ ફાઈનલની રેસમાંથી બહાર છે. ભારત સામે 2-0થી મળેલી હાર અને દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં મળેલી હારને કારણે બાંગ્લાદેશને ઘણું નુકસાન થયું હતું. જો તેઓ તેમની બાકીની ત્રણ ટેસ્ટ જીતે તો પણ તેઓ માત્ર 47.92% સુધી જ પહોંચી શકશે. બાંગ્લાદેશને દક્ષિણ આફ્રિકા સામે એક અને વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચ રમવાની છે. આ પણ વાંચો : કેપ્ટન્સીના ભારણ હેઠળ દબાયો ‘હિટમેન’! આ યાદીમાં વિરાટ કોહલી નંબર-1 પોઝિશન પર
  8. વેસ્ટ ઈન્ડિઝ (18.52 ટકા) : વેસ્ટ ઈન્ડિઝની ટીમ ચાર સીરિઝ રમી ચૂકી છે. અને તેના માત્ર 18.52 ટકા પોઈન્ટ છે. જો વેસ્ટ ઈન્ડિઝની ટીમ છેલ્લી ચાર ટેસ્ટ જીતી લેશે તો પણ તે 43.59% પોઈન્ટ્સ પર પૂર્ણ કરશે. વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચ અને પાકિસ્તાન સામે 2 ટેસ્ટ મેચ રમવાની છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું આ ત્રીજું ચક્ર છે. જે વર્ષ 2023 થી 2025 સુધી ચાલશે. ICC આ ત્રીજા ચક્ર માટે પોઈન્ટ સિસ્ટમ સાથે સંબંધિત નિયમો પહેલાથી જ જાહેર કરી ચૂક્યું છે. જો ટીમ ટેસ્ટ મેચ જીતે તો તેને 12 પોઈન્ટ, મેચ ડ્રો થાય તો 4 પોઈન્ટ અને મેચ ટાઈ થાય તો 6 પોઈન્ટ મળશે.

મેચ જીતવા પર 100 ટકા પોઈન્ટ ઉમેરવામાં આવશે, ટાઈ પર 50 ટકા, ડ્રો પર 33.33 ટકા અને હાર પર ઝીરો ટકા પોઈન્ટ ઉમેરવામાં આવશે. બે મેચની સીરિઝમાં કુલ 24 પોઈન્ટ્સ અને પાંચ મેચની સીરિઝમાં 60 પોઈન્ટ્સ મળશે. કારણ કે રેન્કિંગ મુખ્યત્વે પોઈન્ટ ટેબલમાં જીતની ટકાવારીના આધારે નક્કી કરવામાં આવે છે. ક્રિકેટનું મક્કા લોર્ડ્સ ખાતે 11 જૂન 2025થી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલની ત્રીજી સીઝનમી શરૂઆત થશે.

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here