
સંપૂર્ણ ભારતમાં પેટ્સની પ્રોએક્ટિવ હેલ્થકેર સુધીની પહોંચને મજબૂત કરી છે
અમદાવાદ, 03 ઓગસ્ટ 2026: ભારતની સૌ પ્રથમ ઓમનીચેનલ પેટ કેર બ્રાન્ડ Zigly Pet Care એ અમદાવાદમાં તેના પેટ કેર સેન્ટર્સ ખાતે ઈન્ટરનેશનલ હેપ્પી પેટ્સ ડે (IHPD)ની ત્રીજી એડિશનની ઉજવણી કરી છે.અગાઉની બે એડિશનની સફળતાને આગળ વધારતા ફ્રેન્ડશીપ ડે નિમિત્તે આ વર્ષના સેલિબ્રેશનમાં પેટ પેરેન્ટ્સ અને તેમના પ્રિય પાલતુ જાનવરો એક સાથે આવ્યા. તેમણે પોતાના ખાસ સંબંધની ઉજવણી કરી અને આ સાથે જ પેટ્સના વધારે સારા હેલ્થકેરને પ્રોત્સાહન આપ્યું. આ પ્રસંગ દરમિયાન Zigly Pet Care દ્વારા ભારતના પેટ કેર ઈકોસિસ્ટમને મજબૂત કરવાના પોતાની વચનબદ્ધતાનંા પણ પુનરાવર્તન કર્યું. આ ઉપરાંત તેઓ સારી ક્વોલિટીન વેટેરિનરી કેરને વધારે સરળ, ઈન્ટગ્રેટેડ અને કમ્યુનિટી-બેઝ બનાવવા પર ભાર મુકી રહ્યા છે.
દેશભરના 15થી વધારે શહેરોમાં 35 સેન્ટર્સ પર યોજાયેલ આ દિવસભર ચાલનાર સેલિબ્રેશનમાં 2,500થી વધારે પાલતુ પશુઓ(પેટ્સ) અને 3,500થી વધારે માલિકોએ ભાગ લીધો.”લાઈફ ઈઝ સિંમ્પલી, અનડિનાયબલી બેટર ટુગેધર”( સાથે જીવન એ ખરા અર્થમાં અને ચોક્કસ વધારે સારું છે) થીમ પર આધારિત ‘ઈન્ટરનેશનલ હેપ્પી પેટ્સ ડે 2026’માં પાલતુ જાનવરો અને તેમના માલિકો માટે અનેક આનંદદાયક અનુભવનો સમાવેશ થતો હતો.આ સાથે જ ફ્રી હેલ્થ ચેક-અપ અને વેલનેસ કંસલ્ટેશન મારફતે વધારે હેલ્થકેર માટે પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.આ ઈવેન્ટમાં ‘પેટ ફર્સ્ટ એડ કિટ’ પણ લોંચ કરવામાં આવેલ છે, જેથી પેટ્સને વધારે સારા હેલ્થકેર પર બ્રાન્ડનું ફોકસ વધારે મજબૂત થાય.ઈવેન્ટના ભાગરૂપે અમદાવાદમાં જિગલી Zigly Pet Care સેન્ટર્સ પર પાલતુ જાનવરોના માલિકોને વેટેરિનેરિયનની દેખરેખમાં થયેલ ‘પેટ ફર્સ્ટ એડ વર્કશોપ’માં ભાગ લીધો કે જ્યાં તેમણે ઈમર્જન્સી કેર માટે શીખવવામાં આવેલ.
આ પ્રસંગે Zigly Pet Careના CEO સૌરભ જૈને જણાવ્યું હતું કે “ઈન્ટરનેશનલ હેપ્પી પેટ્સ ડે હંમેશા પેટ્સ અને તેમના પરિવાર વચ્ચે કોઈ જ શરત વગર સ્નેહને લઈ સેલિબ્રેશન કરવાનો આ શાનદાર દિવસ છે. આ વર્ષે અમે આ સેલિબ્રેશનના કેન્દ્રમાં પેટ્સની પ્રોએક્ટિવ હેલ્થકેરની જાળવણીના ઉદ્દેશને આગળ વધારવા ઈચ્છીએ છીએ. પેટ કમ્યુનિટીઝને એક સાથે લાવવા,વધારે સારી 24X7 ફેસિલિટીઝ, વધારે સેન્ટર્સ પર વિશેષ વેટેરિનરી સર્વિસ અને પેટ ફર્સ્ટ એડ કિટ લોંચ કરી પોતાના વેટેરિનરી ઈકોસિસ્ટમનો વ્યાપ વધારી રહ્યા છીએ. આ પહેલ ભારતના સૌથી વિશ્વાસપાત્ર અને વ્યાપક પેટ હેલ્થકેર ઈકોસિસ્ટમ તૈયાર કરવાના અમારા વિઝનને દર્શાવે છે જ્યાં પેટ પેરેન્ટ્સને જરૂરિયાતની સ્થિતિમાં સારી દેખરેખ, એક્સપર્ટ એડવાઈઝરી અને જરૂરી હેલ્થકેર સર્વિસ મળી શકે.”
આ ઈવેન્ટ્સનો વધારે શાનદાર બનાવવા માટે અનેક પ્રકારની ગેમ્સ જેમ કે સ્નફલ મેટ ચેલેન્જ, બેસ્ટ ટ્રીક શોડાઉન, પેટ બિંગો રાખવામાં આવ્યાં, જેથી પેટ્સ અને તેના માલિકો વચ્ચે સંબંધ વધારે મજબૂત થયો. આ યાદોને સાંકડવા અને અત્યાર સુધીની યાત્રાની ઉજવણી કરવા માટે પેટ ઓનર્સે કેરિકેચર અને ફોટો બૂથ સેશનની પણ મજા લીધી. અમદાવાદ ખાતે સેલિબ્રેશનનું સમાપન Zigly Pet Care એવોર્ડ્સ સાથે થયું. જેમાં પેટ કમ્યુનિટીની પ્રેરણાદાયક કહાનીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક ગ્રુપ સેલિબ્રેશનનું આયોજન થયું, જેમાં પેટ ઓનર્સ, ક્રિએટર્સ અને પેટ્સને પ્રેમ કરનાર તમામ લોકો એક સાથે સામેલ થયા.
આ ઉજવણીને વધારે સાર્થક બનાવતા ઈન્ટરનેશનલ હેપ્પી પેટ્સ ડેની ટિકિટોના વેચાણથી થયેલી રૂપિયા 6 લાખની પૂરી આવક Zigly ફાઉન્ડેશનને સોંપી દેવામાં આવી.આ પૈસાનો ઉપયોગ એન્ટી-રેબીઝ વેક્સિનેશન, ડિવોર્મિંગ, રિફ્લેક્ટિવ કોલર ડ્રાઈવ, રેસ્ક્યુ ઓપરેશન અને કમ્યુનિટી ડોગ્સને દત્તક લેવામાં મદદરૂપ થવા જેવા કાર્યો માટે કરવામાં આવશે. Zigly Pet Careની મુખ્ય વાર્ષિક કમ્યુનિટી પહેલ તરીકે ઈન્ટરનેશનલ હેપ્પી પેટ્સ ડે પેટ પેરેન્ટ્સ, વેટેરિનેરિયન, ક્રિએટર્સ અને પેટ્સ પ્રત્યે સ્નેહ ધરાવતા લોકોને એક સાથે લાવવાનો છે. આ સાથે જ આ કમ્યુનિટીના પેટ્સના કલ્યાણમાં મદદરૂપ થવા પેટ કેરથી આગળ વધી એક અસરકારક અર્થપૂર્ણ અસરનું સર્જન કરવાનો છે.
ઈન્ટરનેશનલ હેપ્પી પેટ્સ ડે મારફતે Zigly Pet Care ફક્ત Pet Careના રિટેલર્સથી પણ આગળ વધીને પેટ્સની હેલ્થકેરની એક સંપૂર્ણ ઈકોસિસ્ટમ બનાવી રહેલ છે. સેલિબ્રેશન, માહિતી, વધારે સારી વેટેરિનરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પેટ્સની હેલ્થકેર માટે અગાઉથી તૈયાર અને કમ્યુનિટી સાથે સંકળાયેલ કાર્યોને જોડીને આ બ્રાંડ પેટ્સ કેરને એક એવી વ્યવસ્થા બનાવી રહેલ છે કે જે પેટ્સ અને તેમના પરિવારોને જીવનના દરેક તબક્કે મદદ કરે છે. આ સાથે જ તે સંપૂર્ણ ભારતમાં સારી ગુણવત્તા ધરાવતા પેટ કેરને વધારે લોકો સુધી પહોંચાડવા પોતાના વિઝનને આગળ વધારી રહેલ છે.
