અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની સીમમાં 15 ભેંસના રહસ્યમય રીતે મોત

0
25

ઝેરી પદાર્થ આરોગી જતા મોત નિપજ્યા હોવાનું અનુમાન

અંકલેશ્વરના કાપોદ્રા ગામના ગૌચરમાં ચરવા માટે ગયેલ ગાયો તથા ભેંસોના રહસ્યમય રીતે અચાનક મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે પશુપાલકે પોતાના પશુધનના મોત અંગે યોગ્ય તપાસ કરવા પોલીસ ફરીયાદ પણ નોંધાવી છે.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વરના કાપોદ્રા ગામે ગૌચરની જગ્યામાં અંકલેશ્વરના કોસમડી ખાતે મનમંદિર સોસાયટીની બાજુમાં ભરવાડ વાસમાં રહેતા છગનભાઇ રઘુભાઇ ભરવાડનું પશુધન ગત તા.૧૬મીના રોજ કાપોદ્રા ગૌચરમાં ચરવા છોડેલું હતું. જયાં ૧૦ ગાયો તથા ૩ જેટલી ભેંસોના એકાએક મોત થયા હતા. જેથી છગનભાએ ભરવાડે આશરે ૪ લાખના પશુધન કોઇ ઝેરી પદાર્થ આરોગવાથી મોતને ભેટ્યા હોવાની અને તેની તપાસ અર્થે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.