અમદાવાદમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું; વાહનચાલકોએ સવારે ફ્રન્ટ લાઈટ ચાલુ રાખીને ડ્રાઈવ કરવાની ફરજ પડી

0
5

અમદાવાદમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આકાશ વાદળોથી ઘેરાયેલું છે, તો રસ્તા પર ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે. રસ્તાઓ પર ધુમ્મસના કારણે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે 8 વાગે પણ ફ્રન્ટ લાઈટ ચાલુ રાખીને લોકો ડ્રાઈવ કરી રહ્યા છે.