અમદાવાદ / દરિયાપુરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, કોઇ જાનહાનિ નહી

0
26

અમદાવાદ

અમદાવાદમાં વધુ એક મકાન ધરાશાયી થવાનીવધુ એક ઘટના સામે આવી છે. દરિયાપુરથી પ્રેમ દરવાજા વચ્ચે મકાન ધરાશાયી થયો છે. દરિયાપુરમાં ત્રણ માળનુ મકાન ઘરાશાયી થયુ છે. સદનસીબે આ ઘટનામાં જાનહાની થઇ નથી છે.દરિયાપુરમાં મકાન ધરાશાયી થવાના મામલે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મકાન 100 વર્ષ જૂનું હતું. જો કે આ અગાઉ ત્રણ વખત મકાન ઉતારવાની નોટિસ ફટકારવામાં આવી હતી. આ અગાઉ બે વર્ષ પહેલા નોટિસ ફટકારવામાં આવી હતી.ગઇકાલે મોડી રાતે પણ નોટિસ આપવામાં આવી હતી. જો કે સદ્દનસીબે મકાન જૂનુ હોવાના કારણે કોઇ અહીં રહેતા નહોતા. જો કે ગઇકાલે શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે દીવાલ ભીની થઇ જતાં મકાનનો ભાગ તૂટી પડ્યો હતો. જો કે મકાનનો ભાગ તૂટી પડતાં મકાનની પાસે ઉભેલી રીક્ષા દબાઇ ગઇ હતી, જેને બહાર કાઢવામાં આવી છે.
ગઇકાલે શહેરના અમરાઇવાડી વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના ઘટી હતી. જેમાં અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે. અમરાઇવાડી વિસ્તારના બંગલાવાડી ચાલીમાં મકાન ધરાશાયી થયું હતું. જો કે હજુ પણ કેટલાંક લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.અમદાવાદમાં અમરાઇવાડી વિસ્તારમાં 100 વર્ષ જૂની 3 માળની બિલ્ડીંગ ધરાશાયી થતાં અનેક લોકો દટાયા હતા. અમરાઇવાડી વિસ્તારના જનતાનગર ટોરેન્ટ પાવરની સામે 100 વર્ષ જૂની બિલ્ડીંગ એકાએક ધરાશાયી થઇ હતી. હાલમાં ફાયર વિભાગની 7 ટીમ દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું.