અમદાવાદ સહિત દેશના કુલ ૧૯ એરપોર્ટ હાઇ એલર્ટ પર

0
26

નવી દિલ્હી,તા. ૮
જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા ભારતમાં મોટા હુમલા કરવાની યોજના ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદ અને લશ્કરે તોયબા દ્વારા તૈયાર કરવામાં આવી હોવાના હેવાલ મળ્યા છે. જેના કારણે અમદાવાદ વિમાનીમથક સહિત દેશના ૧૯ વિમાનીમથકોને હાઇ એલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી દ્વારા દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, મુંબઇ, બેંગલોર, ઇમ્ફાલ, ચેન્નાઇ, કોલકત્તા, અમૃતસર, થિરુવનંતપુરમ, રાયપુર, જયપુર, લખનૌ, શ્રીનગર, પટણા, ગુવાહાટી, ભોપાલ, ભુવનેશ્વર, દહેરાદુન અને અમદાવાદના એરપોર્ટ સત્તાવાળાઓની સાથે સાથે તમામ રાજ્યો અને કેન્દ્રશાશિત પ્રદેશોના પોલીસ વિભાગોને એલર્ટ રહેવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન સેક્ટરને સતત ધમકી મળી રહી છે ત્યારે તમામ જરૂરિ પગલા લેવામાં આવી રહ્યા છે. એરપોર્ટ, એરસ્ટ્રાઇપ, એરફિલ્ડ અને એરપોર્ટ સ્ટેશન, હેલિપેડ, પ્લાઇંગ સ્કુલો સહિત તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. તમામ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. ઉડ્ડયન વિસ્તારોની આસપાસ તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થાને ખુબ મજબુત કરવામાં આવી રહી છે. ટર્મિનલ બિલ્ડિંગની સામે કોઇ વાહનોને પાર્ક કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. લોકલ પોલીસ પણ સુરક્ષામાં સાથે આવી રહી છે. પેસેન્જરોની સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. કાર્ગો ટર્મિનલ ખાતે પણ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. એન્ટી ટેરર પગલા લેવામાં આવી રહ્યા છે. ટર્મિનલ બિલ્ડિંગમાં સુરક્ષા સાથે સંબંધિત પગલા વધારે તીવ્ર કરાયા છે.