અમરનાથ યાત્રા : ત્રાસવાદી બનાવો રેકોર્ડ નીચા સ્તર પર

0
61
આ ગાળા દરમિયાન મજબુત સુરક્ષા વ્યવસ્થા અને સેનાની જારદાર તકેદારીના કારણે આતંકવાદીઓ તેમના કાવતરામાં ફ્લોપ રહ્યા છે

શ્રીનગર,તા. ૨૬
વાર્ષિક અમરનાથ યાત્રા દરમિયાન આ વખતે ત્રાસવાદીઓ હજુ સુધી તેમના કાવતરામાં સફળ થઇ શક્યા નથી. સુરક્ષા દળોના મજબુત પગલાના કારણે ત્રાસવાદીઓ ફલોપ રહ્યા છે. આંકડા પર નજર કરવામા ંઆવે તો આ વર્ષે હજુ સુધી માત્ર બે ત્રાસવાદી હુમલા થયા છે. વર્ષ ૨૦૧૮માં આશરે ૧૦૦ ત્રાસવાદી બનાવો બન્યા હતા. જ્યારે વર્ષ ૨૦૧૭માં યાત્રા દરમિયાન ૩૬ આવા બનાવો બન્યા હતા. પહેલી જુલાઇના દિવસે યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી આ વખતે અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૮માં કેન્દ્ર સરકાર દ્વારા ૧૦૦ ત્રાસવાદી બનાવોની નોંધણી કરી હતી. જેમાં ૩૫ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા અને સાથે સાથે આઠ નાગરિકોના મોત થયા હતા. આવી જ રીતે વર્ષ ૨૦૧૭માં ૩૬ ત્રાસવાદી બનાવો બન્યા હતા. જેમાં ૪૪ ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો.