અમરનાથ : વરસાદ વચ્ચે યાત્રા મોકૂફ, લોકો ફસાયા

0
31

હજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સાહિત છે : પહેલી જુલાઈ બાદ કુલ ૩૩ શ્રદ્ધાળુઓના મોત થયા
શ્રીનગર, તા. ૨૮
વાર્ષિક અમરનાથ યાત્રા ભારે વરસાદ અને ખરાબ હવામાનના સ્વરુપે ફરી એકવાર રોકી દેવામાં આવી છે. આજે અમરનાથ યાત્રાને રોકી દેવાની ફરજ પડી હતી. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવેને ભેખડો ધસી પડવાના બનાવોના કારણે ટ્રાફિક માટે બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. રામબાણ અને બનિહાલ રુટ ઉપર ભેખડો ધસી પડવાના બનાવો બન્યા છે જેને લીધે સાવચેતીના પગલારુપે રાજમાર્ગને બંધ કરીને અમરનાથ યાત્રાને પણ રોકવામાં આવી હતી. શ્રદ્ધાળુઓને આગળ વધવાની મંજુરી આપવામાં આવી ન હતી જેના લીધે શ્રદ્ધાળુઓ સહિત હજારોની સંખ્યામાં લોકો અટવાયા હતા. બનિહાલ અને રામબાણ રુટ ઉપર જુદી જુદી જગ્યાએ ભેખડો ધસી પડવાના બનાવો બન્યા છે. યાત્રાની જવાબદારી સંભાળી રહેલા એક અધિકારીએ કહ્યું છે કે, ભારે વરસાદના લીધે અમરનાથ યાત્રાને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. આવતીકાલે પરિÂસ્થતિની સમીક્ષા કરાયા બાદ ફરી એકવાર અમરનાથના સંદર્ભમાં નિર્ણય કરાશે. પહેલી જુલાઈના દિવસે હિમાલિયન ગુફામાં Âસ્થત બર્ફાનીના દર્શન કરવા માટે ત્રણ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ પહોંચી ચુક્યા છે. ૨૮ દિવસના ગાળામાં જ અમરનાથ યાત્રા ત્રણ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ પહોંચતા એક નવો રેકોર્ડ સર્જાયો છે. પવિત્ર ગુફામાં બરફથી બનતા શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં હજુ પણ પડાપડી થઇ રહી છે. શ્રદ્ધાળુઓ બે માર્ગ મારફતે અમરનાથના દર્શન કરી રહ્યા છે જે પૈકી ૧૪ કિલોમીટર લાંબા બાલતાલ ટ્રેક અને ૪૫ કિલોમીટર લાંબા પહેલગામ ટ્રેકનો સમાવેશ થાય છે. આ વર્ષે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી જુદા જુદા કારણોસર ૨૯ શ્રદ્ધાળુઓ સહિત ૩૩ લોકોના મોત થઇ ચુક્યા છે જેમાં બે સુરક્ષા કર્મીઓનો સમાવેશ થાય છે. મોટાભાગના શ્રદ્ધાળુઓના મોત કુદરતી કારણોસર થયા છે. મળેલી માહિતી મુજબ અમરનાથ તરફ દોરી જતાં માર્ગ ઉપર ઘણી જગ્યાએ ઓÂક્સજનની કમી થઇ જવાના લીધે હાર્ટએટેકના બનાવો બન્યા છે. આ વર્ષે આના લીધે વધુ મોત થયા છે જેના લીધે અમરનાથ મંદિર બોર્ડના અધિકારીઓ દ્વારા શ્રદ્ધાળુઓને નિયમિતપણે આરોગ્ય ચકાસણી કરાવવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. આ વર્ષે અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે જેથી અમરનાથ મંદિર બોર્ડના અધિકારીઓ અને તંત્ર પણ ભારે ઉત્સાહિત છે. યાત્રા શરૂ થયા બાદથી બે વખત યાત્રાને મોકૂફ કરવામાં આવી છે. આ વર્ષે અમરનાથ યાત્રા પહેલી જુલાઇના દિવસે શરૂ થયા બાદથી ૧૫મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધને પરિપૂર્ણ થશે. અમરનાથ યાત્રાને સફળરીતે પાર પાડવા માટે આ વખતે વિશેષ આયોજન કરાયા હોવાથી વધુને વધુ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આ વખતે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ૪૦૦૦૦થી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે. તમામ શ્રદ્ધાળુઓની સાથે વિશેષ ટીમ રાખવામાં આવી રહી છે જેથી શ્રદ્ધાળુઓમાં દહેશત દૂર થઇ છે અને વધુ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે.