૩૫-એની તરફ ઉઠનાર હાથ બળીને રાખ થશે : મહેબુબા

0
44

જમ્મુ કાશ્મીરની સમસ્યા રાજકીય છે અને તેને સૈન્યરીતે ઉકેલી શકાય તેમ નથી : મહેબુબાની ફરીએકવખત દલીલ

શ્રીનગર, તા. ૨૮
કાશ્મીરમાં ૩૫-એને લઇને છેડાયેલી ચર્ચા દિન પ્રતિદિન ગંભીર બની રહી છે. પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તીએ એક ભાષણ દરમિયાન આજે અહીં સુધી કહી દીધું હતું કે, ૩૫-એની તરફ જા કોઇ હાથ ઉઠશે તો બળીને રાખ થઇ જશે. કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં અર્ધલશ્કરી દળોની ૧૦૦ વધારાની કંપનીઓ તૈનાત કરવાના નિર્ણય બાદથી જ પીડીપી અને નેશનલ કોન્ફરન્સની ઉંઘ હરામ થઇ ગઇ છે. એકબાજુ કેન્દ્ર સરકારના સુત્રો કહી રહ્યા છે કે, કાશ્મીરમાં પાકિસ્તાની ત્રાસવાદીઓ મોટા હુમલા કરવાના અહેવાલ આવી રહ્યા છે જેથી વધારાના જવાનો ગોઠવવામાં આવી રહ્યા છે. મહેબુબા મુફ્તીએ આજે કહ્યું હતું કે, ૩૫-એની સાથે કોઇપણ છેડછાડ કરવાનો મતલબ દારુગોળાને સ્પર્શ કરવાનો રહેશે જે ૩૫-એની સાથે છેડછાડ કરશે તેના હાથ જ નહીં બલ્કે સમગ્ર શરીરના હિસ્સા બળી જશે. આ પહેલા શનિવારના દિવસે પણ મહેબુબા મુફ્તીએ વધારાની ૧૦૦ કંપનીઓ તૈનાત કરવાને લઇને કેન્દ્ર સરકારના નિર્ણયની ટિકા કરી હતી અને કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર એક રાજકીય સમસ્યા છે જેને લશ્કરીરીતે ઉકેલી શકાય તેમ નથી. પીડીપીનું કહેવું છે કે, કેન્દ્રને પોતાની કાશ્મીર નીતિ ઉપર ફેરવિચારણા કરવાની જરૂર છે. મહેબુબાએ Âટ્‌વટ કરીને કહ્યું છે કે, વધારાના ૧૦૦૦૦ જવાનોની તૈનાતીના નિર્ણયથી ખીણના લોકોમાં વ્યાપક દહેશત ફેલાઈ ગઈ છે. મહેબુબાએ દલીલ કરતા કહ્યું હતું કે, કાશ્મીરમાં સુરક્ષા દળોની કોઇપણ પ્રકારની કમી નથી. જમ્મુ કાશ્મીર એક રાજકીય સમસ્યા છે જેને સૈન્ય મારફતે ઉકેલી શકાશે નહીં. આ દિશામાં ફેરવિચારણા અને સુધારા કરવાની જરૂર દેખાઈ રહી છે. મહેબુબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના સભ્યો વધારાના સુરક્ષા જવાનોની તૈનાતીના અહેવાલથી હચમચી ઉઠ્યા છે અને તેમને કોઇ મોટા પગલાની દહેશત સતાવી રહી છે.