કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળમાં પુરની સ્થતિ હજુપણ ગંભીર

0
24

એનડીઆરએફ ટીમ કોલ્હાપુર અને સાંગલીમાં ગોઠવાઈ ફડનવીસ દ્વારા હવાઈ સર્વેક્ષણ :કર્ણાટકમાં હાલત કફોડી
નવી દિલ્હી, તા. ૮
કર્ણાટક, મહારાષ્ટ્ર અને કેરળના જુદા જુદા ભાગોમાં પુરની પરિસ્થતિ ગંભીર બનેલી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ત્રણેય રાજ્યોના જુદા જુદા ભાગોમાં બચાવ ટુકડી પહોંચી ચુકી છે. આંધ્રપ્રદેશમાં પણ અનેક નદીઓમાં પુરની સ્થતિ જાવા મળી રહીછે. કિમ અને કોસંબા સ્ટેશન વચ્ચે પાણી ભરાઈ જવાના કારણે વેસ્ટર્ન રેલવે લાઈન ઉપર મોટી સંખ્યામાં ટ્રેનોને માઠી અસર થઇ છે. પુણે ડિવિઝનના પાંચ જિલ્લાઓમાં હજુ સુધી ૨.૦૫ લાખ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બીજી બાજુ સાંગલીમાં બોટ ઉંધી વળી જતા નવ લોકોના મોત થયા છે. આની સાથે જ મોતનો આંકડો વધીને ૨૭ ઉપર પહોંચી ગયો છે. કોલ્હાપુર અને સાંગલીમાં બચાવ અને રાહત ટુકડીઓની સાથે સાથે એનડીઆરએફની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. જા જરૂર પડશે તો બચાવ ઓપરેશન માટે હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવશે. સાંગલી નૌકા દુર્ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આવી જ રીતે કેરળમાં પણ હાલત કફોડી બનેલી છે. પ્રોફેશનલ કોલેજા અને આંગણવાડી સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે કેરળના અનેક વિસ્તારોમાં રજા જાહેર કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં હાલત કફોડી બનેલી છે. બચાવ અને રાહત કામગીરીમાં વિવિધ ટુકડીઓ તૈનાત છે. પશ્ચિમી મહારાષ્ટ્રમાં અભૂતપૂર્વ પુરની Âસ્થતિ વચ્ચે કર્ણાટક સરકાર દ્વારા અલમાટી બંધમાંથી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારી બતાવી છે. આનાથી કોલ્હાપુર અને સાંગલી જિલ્લામાં અસરગ્રસ્ત લોકોને મદદ થશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ દ્વારા આજે તેમના કર્ણાટકના તેમના સમકક્ષ યેદીયુરપ્પા સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં કર્ણાટકમાં અલમાટી બંધથી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવા સહમતિ થઇ હતી. કેરળમાં ભારે વરસાદના લીધે ઇડ્ડુકી જિલ્લામાં પુરની સ્થતિ રહેલી છે. કર્ણાટકમાં પણ આવી જ હાલત બનેલી છે. ફડનવીસે કોલ્હાપુર, સાંગલી અને સતારામાં પુરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરવા હવાઈ સર્વે કર્યું હતું.