Thursday, July 16, 2026
HomeGujaratગુજરાત પેટા ચૂંટણી : થરાદ, બાયડ અને રાધનપુરમાં કોંગ્રેસનો પંજો

ગુજરાત પેટા ચૂંટણી : થરાદ, બાયડ અને રાધનપુરમાં કોંગ્રેસનો પંજો

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

ગુજરાતમાં રાધનપુર, બાયડ, ખેરાલુ, અમરાઈવાડી, લુણાવાડા અને થરાદ એમ છ વિધાનસભા બેઠકો ઉપર 21 ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી. આજરોજ સવારના મતપેટીઓ ખુલી હતી અને મતગણતરીનો પ્રારંભ થયો હતો. સૌપ્રથમ પોસ્ટલ બેલેટ મતો ગણવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી થઈછે. ગુજરાતની છ પૈકી ત્રણ બેઠકો થરાદ, બાયડ અને રાધનપુર પર કોંગ્રેસે પંજાની પકડ મેળવી છે.રાધનપુરમાંથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર જ્યારે બાયડ બેઠક પરથી ભાજપના ધવલસિંહ ઝાલા હારી રહ્યા છે. આ બન્ને ઉમેદવારો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હોવાથી આ બેઠકના પરિણામની સૌ કોઈ આતુરતા જોઈ રહ્યું છે. દરમિયાન થરાદ બેઠક પર ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલનો કોંગ્રેસના ગુલાબસિંહ સામે 6,420 મતોથી પરાજય થયો છે.

રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર બપોરના બે વાગ્યા સુધી 45,000મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના રઘુભાઈ દેસાઈને 54163 મત મળતા આગળ હતા. ગુજરાત વિધાનસભાની છ બેઠકો ઉપર સરેરાશ 53.67 ટકા મતદાન થયું હતું. કુલ 42 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થશે.

સૌથી ઓછું મતદાન અમદાવાદની અમરાઈવાડી બેઠક પર 34.69 ટકા થયું હતું. આ બેઠક પર કોંગ્રેસના ધમાભાઈ પટેલ આગળ ચાલી રહ્યા છે અને આ બેઠક પણ કોંગ્રેસ જીતે તેવી સંભાવના વધુ છે.

ખેરાલુ બેઠક પર 10રાઉન્ડના વોટિંગના અંતે ભાજપના અજમલજી ઠાકોરને 28223 મત મળ્યા હતા અને કોંગ્રેસના બાબુજી ઠાકોરને 16750 મત મળ્યા હતા. ભાજપના અજમલજી ઠાકોર 11473 મતથી આગળ હતા. પ્રાપ્ત વિગતો મુજબ ખેરાલુ બેઠક પર ભાજપના અજલમજી ઠાકોરનો 24 હજારથી વધુ મતોની લીડથી વિજય થયો છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here