આજથી મધ્ય રેલવેની મેઈન લાઈનમાં એસી લોકલ ટ્રેનની ૧૦ સર્વિસ દોડાવાશે

0
13
કુર્લાથી સીએસએમટી માટે વહેલી સવારના ૫.૪૨ વાગ્યે રવાના કરવામાં આવશે, જ્યારે રાતનાલાસ્ટ એસી લોકલ કુર્લાથી ૧૧.૨૫ વાગ્યાના સુમારે રવાના કરવામાં આવશે.
કુર્લાથી સીએસએમટી માટે વહેલી સવારના ૫.૪૨ વાગ્યે રવાના કરવામાં આવશે, જ્યારે રાતનાલાસ્ટ એસી લોકલ કુર્લાથી ૧૧.૨૫ વાગ્યાના સુમારે રવાના કરવામાં આવશે.

મુંબઈ: મધ્ય રેલવેની મેઈન લાઈન સીએસએમટી-કલ્યાણ સેક્શનમાં આજથી ૧૦ એસી લોકલ ટ્રેનની સર્વિસીસ દોડાવવામાં આવશે, જેમાં ડોંબિવલી-સીએસએમટી વચ્ચે ચાર એસી લોકલ ટ્રેનનો સમાવેશ થશે, એવું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. મેઈન લાઈનમાં સીએસએમટીથી કસારા અને ખપોલી સેક્શનનો સમાવેશ થાય છે, જ્યાં સૌપ્રથમ વખત આજથી એસી લોકલ ટ્રેન દોડાવાશે. કોરોનાવાઈરસને કારણે લોકડાઉન જાહેર કર્યા પૂર્વે ટ્રાન્સહાર્બર લાઈનમાં થાણે-વાશી/પનવેલ સેક્શનમાં એસી લોકલ ટ્રેન દોડાવવામાં આવતી હતી. ૧૦ એસી લોકલ ટ્રેન પૈકી બે ટ્રેન સીએસએમટી અને કલ્યાણ વચ્ચે, સીએસએમટી-ડોંબિવલી વચ્ચે ચાર અને સીએસએમટી-કુર્લા વચ્ચે ચાર એસી લોકલ ટ્રેન દોડાવવામાં આવશે. કુર્લાથી સીએસએમટી માટે વહેલી સવારના ૫.૪૨ વાગ્યે રવાના કરવામાં આવશે, જ્યારે રાતનાલાસ્ટ એસી લોકલ કુર્લાથી ૧૧.૨૫ વાગ્યાના સુમારે રવાના કરવામાં આવશે. ડોંબિવલીથી સવારના ૭.૪૭ વાગ્યાના સુમારે સીએસએમટી માટે રવાના કરવામાં આવશે, જ્યારે ટ્રેન સીએસએમટી ૯.૦૮ વાગ્યે પહોંચશે. એ જ પ્રકારે રાતના ૯.૫૯ વાગ્યાના સુમારે ડોંબિવલી ટ્રેન સીએસએમટી માટે રવાના થશે, જે ૧૧.૧૯ વાગ્યે સીએસએમટી પહોંચશે. સવારના સીએસએમટીથી ડોંબિવલી માટે ૬.૨૩ વાગ્યે ટ્રેન રવાના થશે, જ્યારે રાતના ૮.૨૨ વાગ્યે સીએસએમટીથી ડોંબિવલી માટે ટ્રેન રવાના થશે.

આ ઉપરાંત, સીએસએમટીથી કલ્યાણ માટે સાંજના ૫.૧૨ વાગ્યે ટ્રેન રવાના થશે, જ્યારે કલ્યાણથી રાતના ૬.૫૧ વાગ્યે સીએસએમટી માટે ટ્રેન રવાના થશે. હાલમાં અત્યંત આવશ્યક સેવાના કર્મચારી માટે લોકલ ટ્રેનની સર્વિસ દોડાવાય છે. આ ટ્રેનની સર્વિસ સોમવારથી શનિવાર વચ્ચે દોડાવવામાં આવશે તથા તમામ સ્ટેશન પર હોલ્ટ રહેશે. આ ટ્રેનમાં ફક્ત સરકાર અને રેલવે મંત્રાલય માન્ય પ્રવાસી ટ્રાવેલ કરી શકશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.પશ્ર્ચિમ રેલવેની એસી લોકલના માફક મધ્ય રેલવેની એસી લોકલનું ભાડું વસૂલવામાં આવશે. મધ્ય રેલવેમાં સીએસએમટી-દાદર વચ્ચે સિંગલ ટિકિટનું ભાડું ૬૫ રૂપિયા તથા માસિક પાસનું ભાડું ૬૮૫ રૂપિયા વસૂલવામાં આવશે. એ જ રીતે સીએસએમટીથી ઘાટકોપર વચ્ચેની સિંગલ ટિકિટનું ભાડું ૧૩૫ રૂપિયા રહેશે, જ્યારે પાસનું ભાડું ૧૩૨૫ રૂપિયા રહેશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.