ભારતમાં ૨૦૨૩નો વન-ડેનો વર્લ્ડ કપ યોજાશે

0
15
આઇસીસીએ બુધવારે વર્લ્ડ લીગ-ટૂ તથા ચૅલેન્જ લીગના સમયપત્રકની પણ જાહેરાત કરી હતી. વર્લ્ડ કપ લીગ-ટૂની વન-ડે મૅચો આવતા વર્ષે માર્ચની ૧૯મીથી ઓમાનમાં રમાશે.
આઇસીસીએ બુધવારે વર્લ્ડ લીગ-ટૂ તથા ચૅલેન્જ લીગના સમયપત્રકની પણ જાહેરાત કરી હતી. વર્લ્ડ કપ લીગ-ટૂની વન-ડે મૅચો આવતા વર્ષે માર્ચની ૧૯મીથી ઓમાનમાં રમાશે.

દુબઈ: ભારતમાં વન-ડેનો વર્લ્ડ કપ છેલ્લે વર્ષ ૨૦૧૧માં યોજાયો હતો અને ત્યારે ભારતે મુંબઈમાં શ્રીલંકા સામેની ફાઇનલ જીતીને વન-ડેના વિશ્ર્વકપની ટ્રોફી પર બીજી વાર કબજો કર્યો હતો. હવે ભારતમાં વન-ડે મૅચોનો વર્લ્ડ કપ ફરી ૨૦૨૩માં યોજાશે. એ સ્પર્ધાનું ૨૦૨૩ના ઑક્ટોબર-નવેમ્બરમાં આયોજન થશે. ભારત અને સુપર લીગની બીજી ટોચની સાત ટીમો આ વર્લ્ડ કપ માટે સીધી ક્વૉલિફાય થઈ છે.

દરમિયાન, ૨૦૨૩ના વિશ્ર્વકપની ક્વૉલિફાઇંગ મૅચો ઝિમ્બાબ્વેમાં આગામી ૧૮ જૂનથી ૯ જુલાઈ દરમિયાન યોજાશે, એવી જાહેરાત બુધવારે આઇસીસી દ્વારા કરાઈ હતી. આ શેડ્યુલ કોવિડ-૧૯ની મહામારીને કારણે અગાઉ મુલતવી રાખવામાં આવ્યું હતું.સુપર લીગ વર્ગની તળિયાની પાંચ ટીમો ૨૦૨૩ના વર્લ્ડ કપ ક્વૉલિફાયરમાં ટકરાશે.આઇસીસીએ બુધવારે વર્લ્ડ લીગ-ટૂ તથા ચૅલેન્જ લીગના સમયપત્રકની પણ જાહેરાત કરી હતી. વર્લ્ડ કપ લીગ-ટૂની વન-ડે મૅચો આવતા વર્ષે માર્ચની ૧૯મીથી ઓમાનમાં રમાશે. એમાં ઓમાન, અમેરિકા, નેપાળ વચ્ચે મૅચો રમાશે. આઇસીસી હવે નવા-નવા અને નાના દેશોને પણ ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કરે છે અને એના ભાગરૂપે ચૅલેન્જ લીગ સ્પર્ધા આવતા વર્ષે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં રમાશે. એ મૅચો કૅનેડા તથા જર્સીમાં રમાશે અને એમાં ડેન્માર્ક, મલયેશિયા, કતાર, સિંગાપોર, વાનુઆટુ, બર્મુડા, હૉંગકૉંગ, ઇટલીની ટીમો ભાગ લેશે. એમાંથી ટોચની બે ટીમો ક્વૉલિફાયર માટે લાયક ઠરશે અને પછી તેમને ૨૦૨૩ના ભારતના વર્લ્ડ કપમાં રમવાનો મોકો મળશે.