‘આજે મારા ભાઈઓને ન્યાય મળી જાય, દિલથી વિનંતી કરું છું’ : ધર્મેન્દ્ર

0
9
તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું, આજે મારા ભાઈઓને ન્યાય મળી જાય, દિલથી વિનંતી કરું છું. દરેક આત્માને રાહત મળી જશે.સરકારને આશા છે કે આજે આંદોલન પૂરું થઈ શકે છે.
તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું, આજે મારા ભાઈઓને ન્યાય મળી જાય, દિલથી વિનંતી કરું છું. દરેક આત્માને રાહત મળી જશે.સરકારને આશા છે કે આજે આંદોલન પૂરું થઈ શકે છે.

કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 40મો અને મહત્ત્વનો દિવસ છે. આજે બપોરે 2 વાગ્યે ખેડૂત અને સરકારની આઠમા રાઉન્ડની વાતચીત થવાની છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર ફરી એકવાર ખેડૂતોના સમર્થનમાં આગળ આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું, આજે મારા ભાઈઓને ન્યાય મળી જાય, દિલથી વિનંતી કરું છું. દરેક આત્માને રાહત મળી જશે.સરકારને આશા છે કે આજે આંદોલન પૂરું થઈ શકે છે. તો બીજી તરફ ખેડૂત સંગઠને કહ્યું, સરકારે અમારી માગ ના માની તો પ્રદર્શન વધુ ઝડપી બનશે. ખેડૂતનેતા મનજિત સિંહ રાયે કહ્યું હતું કે વાતચીતનું કોઈ પરિણામ નહિ આવે તો 13 જાન્યુઆરીએ કૃષિ કાયદાની કોપી સળગાવી લોહરી ઊજવીશું.

ખેડૂત ભાઈઓનું દર્દ જોઈને ઘણો દુ:ખી છું’ આની પહેલાં ધર્મેન્દ્રએ ખેડૂતોના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરી છે. તેમણે એક પોસ્ટ શેર કરી લખ્યું હતું, ‘હું આજે ખેડૂત ભાઈઓને જોઈને ઘણો દુ:ખી છું.

સરકારે ઝડપથી આ વાતનું નિરાકરણ લાવવું જોઈએ. આની પહેલાં લખ્યું હતું, સરકારને પ્રાર્થના કરું છું કે ખેડૂત ભાઈઓની તકલીફનું કોઈ સોલ્યુશન શોધે. કોરોનાના કેસ દિલ્હીમાં વધી રહ્યા છે.’પોતાના 85મા જન્મદિવસ પર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન ધર્મેન્દ્રએ કહ્યું હતું, ‘લોકો કોરોના વાઈરસ ભૂલી ગયા છે. દેશમાં અફરાતફરી ફેલાયેલી છે. હું જન્મદિવસ કેવી રીતે સેલિબ્રેટ કરું? આપણે બધા ભારતમાતાનાં બાળકો છીએ. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. કોઈની મજબૂરી કે માનવતાનો લાભ ના ઉઠાવો. ખેડૂતો શું બોલવા માગે છે એ એકવાર સાંભળી લો. તેઓ આટલી ઠંડીમાં રસ્તા પર બેઠા છે. વાતચીત કરીને નિરાકરણ લાવી શકાય છે.’સોશિયલ મીડિયાને ઝેરી જગ્યા કહી હતી ધર્મેન્દ્રએ આની પહેલાં પણ ખેડૂત આંદોલનના સપોર્ટમાં એક પોસ્ટ કરી હતી, જે પછી ડિલિટ કરવી પડી હતી. પોસ્ટ ડિલિટ કરવાને લીધે ટ્રોલ પણ થવું પડ્યું હતું. તેમણે આ વિશે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મારો હેતુ માત્ર એટલો હતો કે ખેડૂતોની વાત સાંભળી લો. હું હંમેશાં પોઝિટિવ વાતો કરું છું, પરંતુ લોકો એનો અલગ અર્થ જ શોધી લે છે. ટ્વિટર પર ગુસ્સો ઠાલવે છે. હું આ બધાથી દૂર રહું છું, કારણ કે આ ઝેરી જગ્યા થઈ ગઈ છે. લોકોનાં દિલ તોડી નાખે છે.’