આતંકીઓ પર પ્રહાર! પાકિસ્તાનથી સંચાલિત 14 મેસેન્જર એપ પર મૂકાયો બૅન, IB ઈનપુટના આધારે કાર્યવાહી

0
10

આ એપ્સમાં બીચેટ(Bchat) પણ સામેલ હોવાનો ખુલાસો

કેન્દ્રીય આઇટી મંત્રાલયે આઈબીના ઈનપુટના આધારે કાર્યવાહીનો નિર્ણય લીધો

ભારતની કેન્દ્ર સરકારે પાકિસ્તાનથી સંચાલિત કરવામાં આવતી 14 મેસેન્જર એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમાં બીચેટ(Bchat) પણ સામેલ છે. કેન્દ્રીય આઈટી મંત્રાલયે ઈન્ટેલિજન્સ બ્યૂરોના મળેલા ઈનપુટના આધારે આ નિર્ણય કર્યો હતો. 

અગાઉ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કાર્યવાહી કરાઈ હતી 

ભારત સરકાર આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ એપ્સથી દેશની સુરક્ષાને મોટો ખતરો છે. તેને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય કરવામાં આવ્યો હતો. અગાઉ ભારતે પાકિસ્તાનથી સંચાલિત થતા અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કાર્યવાહી કરતા પ્રતિબંધ મૂકી દીધો હતો.