આવતીકાલે ફરીથી ખૂલશે સબરીમાલા મંદિર, હિન્દુ સંગઠનોએ કહ્યું – મહિલા પત્રકારો ના આવે

0
43
co.in/news/NAT-HDLN-sabarimala-temple-reopens-on-monday-gujarati-news-5978390-PHO.html?ref=ht&seq=3
co.in/news/NAT-HDLN-sabarimala-temple-reopens-on-monday-gujarati-news-5978390-PHO.html?ref=ht&seq=3

સબરીમાલા મંદિર સોમવારે માસિક પૂજા માટે ફરીથી ખોલવામાં આવશે. મંદિરમાં મહિલાઓના પ્રવેશના વિરોધને ધ્યાનમાં રાખી આ વિસ્તારમાં ત્રણ દિવસ માટે 144ની કલમ લાગુ કરવામાં આવી છે. સુરક્ષાના કારણોસર 2,300 આર્મી જવાનો પણ ગોઠવવામાં આવ્યા છે. બીજી તરફ, હિન્દુ સંગઠનોએ મીડિયા સંસ્થાઓને ન્યૂઝ કવર માટે મહિલા પત્રકારોને નહીં મોકલવાની અપીલ કરી છે.

– સબરીમાલા કર્મ સમિતીએ આ અપીલ જાહેર કરી છે. આ સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ એક્યાવેદી સહિત અનેક રાઇટ-વિંગ સંગઠનોનો સંયુક્ત મંચ છે.
– સબરીમાલા કર્મ સમિતિ સતત મંદિરમાં મહિલાઓના પ્રવેશના નિર્ણયનો વિરોધ કરી રહી છે.

સમિતિએ સંપાકદોને લખ્યો પત્ર

– સમિતિએ સંપાદકો (એડિટર્સ)ને લખેલા પત્રમાં 10થી 50 વર્ષ સુધીની મહિલા પત્રકારોને નહીં મોકલવાની અપીલ કરી છે.
– સમિતિએ કહ્યું કે, મહિલા પત્રકારોને આવવાથી સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરના રોજ સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓના પ્રવેશનો ફેંસલો આપ્યો હતો.
– પહેલાં અહીં 10 વર્ષની બાળકીઓથી લઇને 50 વર્ષ સુધીની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો. આ પ્રથા છેલ્લાં 800 વર્ષથી ચાલી રહી છે.

કોર્ટના નિર્ણય બાદ પણ કોઇ મહિલા પ્રવેશ ના કરી શકી

– કોર્ટના આ નિર્ણયનો રાજ્યભરમાં વિરોધ થઇ રહ્યો છે. આ પહેલાં 17-22 નવેમ્બર સુધી મંદિર માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું હતું.
– જો કે, વિરોધના કારણે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ કોઇ મહિલા દર્શન કરી શકી નહતી. આ દરમિયાન કેટલીક મહિલા પત્રકારો અને યુવતીઓએ પ્રવેશ કરવાના પ્રયત્નો કર્યા હતા.
– દેખાવકારોએ પત્રકારોના વાહનો સાથે તોડફોડ કરી હતી અને તેઓને અડધા રસ્તેથી જ પરત ફરવું પડ્યું હતું.

સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધ કરવા પર 536 કેસો નોંધાયા

– પોલીસના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટના મહિલાઓને પ્રવેશની અનુમતિના નિર્ણયનો વિરોધ કરવા પર 536 કેસો દાખલ કરવામાં આવ્યા છે.
– આ મામલે અત્યાર સુધી 3,719 લોકોની ધરપકડ કરાવમાં આવી છે. જો કે, તેમાંથી માત્ર 100 લોકો જ જેલમાં છે. અન્યોને જામીન મળી ગયા છે.

co.in/news/NAT-HDLN-sabarimala-temple-reopens-on-monday-gujarati-news-5978390-PHO.html?ref=ht&seq=3
co.in/news/NAT-HDLN-sabarimala-temple-reopens-on-monday-gujarati-news-5978390-PHO.html?ref=ht&seq=3