ઈરાને ક્રૂડના વેચાણ મામલે USએ મૂકેલા પ્રતિબંધ બાબતે યુરોપની સહાય માંગી

0
25
/news/BUS-LNEWS-HDLN-iran-seeks-european-assurances-as-us-oil-sanctions-loom-gujarati-news-5978042-NOR.html?ref=ht
/news/BUS-LNEWS-HDLN-iran-seeks-european-assurances-as-us-oil-sanctions-loom-gujarati-news-5978042-NOR.html?ref=ht

અમેરિકાએ ઈરાન પર ઓઈલના વેચાણ બાબતે મૂકેલો પ્રતિબંધ તા. 4 નવેમ્બરથી લાગુ થઈ રહ્યો છે ત્યારે ઈરાને યુરોપ પાસેથી આ બાબતે સહાય કરવાની હૈયાધારણા માંગી છે. ઈરાને તેહરાનમાં થઈ રહેલી ન્યુક્લિયર, મિસાઈલ અને રીજનલ એક્ટિવિટીસ ન ઘટાડતા યુએસએ આ પ્રતિબંધ મૂકયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અમેરિકાની ઓબામા સરકારે તેહરાનને તેની ન્યુક્લિયર અને મિસાઈલ સહિતની પ્રવૃતિમાં ઘટાડો કરવાની શરતે આ પ્રતિબંધ લાગૂ કર્યો ન હતો.

આ અંગે ઈરાનિયન સ્ટેટ ન્યુઝ એજન્સી આઈઆરએનએ તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે ઈરાનના ફોરેન મિનિસ્ટર મોહમ્મદ જાવેદ ઝારીફે આ બાબતે યુરોપિયન યુનિયનના ફોરેન પોલીસી ચીફ ફેડરીકા મોઘરીની સાથે ટેલિફીન પર વાત કરી હતી. આ સિવાય તેમણે જર્મની, સ્વિડન, ડેનમાર્ક સહિતના દેશોના ફોરેન મિનિસ્ટરો સાથે યુ.એસના પ્રતિબંધનો સામનો કરવા યુરોપ કેવી રણનીતી અપનાવશે તે અંગે પણ વાતચીત કરી હતી.

આઈઆરએનએના અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે યુરોપના ફાઈનાન્સ મિનિસ્ટરો યુરોપની ફાઈનાન્શિયલ વ્યવસ્થાનું ખૂબ જ નિષ્ઠાથી પાલન કરે છે. અને આ વ્યવસ્થા ઈરાનની ન્યુક્લિયર ડીલને બચાવવા માટે કરવામાાં આવી છે. આ વ્યવસ્થા આગામી દિવસોમાં લાગૂ થશે. આ અંગે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ઈયુએ ઈરાનિયન એક્સપોર્ટસ માટે જે પેમેન્ટની સગવડ કરી છે તે તા.4 નવેમ્બરથી કાયદાકીય રીતે અમલમાં આવશે. પરંતુ તે જાન્યુઆરી પહેલા અમલી બનશે નહિ.

ઈયુ, ફ્રાન્સ, જર્મની અને બ્રિટને આ અંગે શુક્રવારે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસએ વિશ્વના ત્રીજા ઓઈલ એક્સપોર્ટર ઈરાન પર ક્રુડના વેચાણ બાબતે જે પ્રતિબંધ મૂકયો છે. તે દુઃખદ બાબત છે. મોઘરીની અને ત્રણે દેશોના ફાઈનાન્સ મિનિસ્ટર અને ફોરેન મિનિસ્ટરે કહ્યું હતું કે અમારો હેતું જે યુરોપિયન દેશોએ ઈરાન સાથે કોમર્શિયલ ડીલ કરેલી છે તેના ઈકોનોમિક સેકટર્સનું રક્ષણ કરવાનો છે. આ રક્ષણ યુનાઈટેડ નેશન્સ કાઉન્સિલના રિઝોલ્યુશન 2231 હેઠળ કરવાની જોગવાઈ છે.