જો રાફેલ ડીલની તપાસ થઈ તો મોદીજી નહીં બચે તે વાતની ગેરંટીઃ રાહુલ ગાંધી

0
36
NAT-HDLN-dassault-ceo-is-lying-on-rafale-deal-says-rahul-gandhi-gujarati-news-5977357-NOR.html?ref=ht
NAT-HDLN-dassault-ceo-is-lying-on-rafale-deal-says-rahul-gandhi-gujarati-news-5977357-NOR.html?ref=ht

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે સવારે રાફેલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે અંતે અનિલ અંબાણીની કંપનીને જ તેનો ઠેકો કેમ આપવામાં આવ્યો. જ્યારે અનિલ અંબાણીની કંપની નુકસાનમાં ચાલી રહી હતી ત્યે તેને દસૌએ 284 કરોડ રૂપિયા કેમ આપ્યાં.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે અનિલ અંબાણીની કંપનીની પાસે તો જમીન પણ ન હ તી, જે પૈસા દસૌએ આપ્યાં તે જ પૈસાથી તેઓએ જમીન ખરીદી. અંબાણીની કંપનીને જાણી જોઈને ફાયદો આપવામાં આવ્યો.

આ ડીલમાં બે લોકોને જ ફાયદો થયો- રાહુલ ગાંધી

– રાહુલ ગાંધીએ કહ્યું કે રાફલ ડીલના કારણે CBIના ચીફને હટાવવામાં આવ્યાં. કેમકે નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણીની વચ્ચે પાર્ટનરશીપ હતી, અમારું કામ પૂરાં દેશને સત્ય બતાવવાનું છે.
– રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ પૂરી ડીલમાં માત્ર બે જ વ્યક્તિઓને ફાયદો થયો છે, તે બે વ્યક્તિ છે નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણી.
– કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે પહેલાં દસૌએ પહેલાં કહ્યું હતું કે અનિલ અંબાણીની કંપની પાસે જમની હતી એટલે તેની સાથે ડીલ કરી. પરંતુ હવે સત્ય સામે આવ્યું છે કે જમીન તો દસૌના પૈસાથી ખરીદવામાં આવી હતી. એટલે જમીન તો દસૌએ ખરીદી હતી. આ લોકો જનતાના પૈસાથી રાફેલ વિમાન ખરીદી રહ્યાં છે, પરંતુ જનતાને જ ભાવ નથી જણાવી રહ્યાં.
– કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે નુકસાનમાં ચાલી રહેલી 8 લાખ રૂપિયાની કંપનીમાં 284 કરોડ રૂપિયા દસૌએ કેમ નાંખ્યા?

રાફેલ પરનો નિર્ણય બોસે જ કર્યો

– રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેલ પર જે નિર્ણય થયો છે તે માત્ર બોસ દ્વારા જ લેવાયો છે.
– ભ્રષ્ટાચારની પૂરેપૂરી રકમ અનિલ અંબાણીના ખાતામાં ગઈ છે, જે રાફેલમાં થયું છે તે પૂર્ણ રીતે ખોટું છે.
– તેઓએ કહ્યું કે હવે સુપ્રીમ કોર્ટે પણ રાફેલ ડીલના ભાવની જાણકારી માગી છે, પરંતુ સરકારે કહ્યું કે તેઓ આ જાણકારી ન આપી શકે.
– ફ્રાંસના રાષ્ટ્રપતિએ મને જણાવ્યું કે સીક્રેટ પ્રેક્ટમાં ભાવ છુપાવવાની વાત જ નથી અને તે થઈ જ ન શકે. તેઓએ કહ્યું કે ફ્રાંસને પણ ખ્યાલ છે કે આ ડીલમાં ભ્રષ્ટાચાર થયો છે.

PM તપાસથી ડરી રહ્યાં છે

– રાહુલ ગાંધીએ કહ્યું કે આ ડીલમાં મનોહર પરિકરની કોઈ જ ભૂલ નથી. તેઓએ કહ્યું કે પરિકરે પણ દેશને જણાવ્યું કે નિર્ણય મારો નથી બોસનો છે. કોઈ પણ ડિફેન્સ ડીલ કરતાં પહેલાં કેબિનેટ ડીલની જરૂર હોય છે, પરંતુ આ બેઠક ડીલ થયાં પછી થઈ છે.
– રાહુલે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ મામલે જેપેસીની રચના થાય. તેઓએ સીબીઆઈના ચીફને પણ હટાવી દીધા. વડાપ્રધાન રાત્ર સૂઈ નથી શકતા. PM તપાસથી ડરી રહ્યાં છે, આ જ કારણ છે કે તેઓએ સીબીઆઈ ચીફને હટાવી દીધાં.