Friday, September 25, 2026
Homenationalએન્ટી ટેરર બિલ લોકસભામાં પાસ : ત્રાસવાદીઓ પર સકંજા

એન્ટી ટેરર બિલ લોકસભામાં પાસ : ત્રાસવાદીઓ પર સકંજા

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

લોકસભામાં ઉગ્ર ચર્ચાનો અમિત શાહે જવાબ આપ્યો : બિલમાં આતંકવાદી સંગઠનોની સાથે સાથે આતંકવાદી ગતિવિધિમાં સામેલ વ્યક્તઓ પર સકંજા

નવીદિલ્હી,તા. ૨૪
દ અનલોફુલ એક્ટવીટીઝ (પ્રિવેન્સ) સુધારા બિલ ૨૦૧૯ (યુએપીએ) એટલે કે ગેરકાયદે ગતિવિધિ અટકાયત બિલને આજે લોકસભામાં મંજુરી મળી ગઈ હતી. આને ૮મી જુલાઈના દિવસે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. બિલ ઉપર ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આતંકવાદ સામે વધુ કઠોર કાયદાની જરૂર દેખાઈ રહી છે. બિલમાં આતંકવાદી સંગઠનોની સાથે સાથે આતંકવાદી ગતિવિધિમાં સામેલ વ્યક્તઓને પણ આતંકવાદી ઘોષિત કરવાની જાગવાઈ કરવામાં આવી છે. એન્ટી ટેરર બિલમાં આતંકવાદીઓ ઉપર સંપૂર્ણ સકંજા જમાવવામાં આવનાર છે. આતંકવાદીઓની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવનાર છે. કાયદામાં કેટલીક કઠોર જાગવાઈ કરવામાં આવી છે. કાયદામાં આની જાગવાઈ કેમ કરવામાં આવી તેને લઇને ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં માહિતી આપી હતી. અમિત શાહે આતંકવાદી યાસીન ભટકલનો દાખલો આપતા કહ્યું હતું કે, એનઆઈએ દ્વારા તેના સંગઠન ઇન્ડયન મુઝાહિદ્દીનને આતંકવાદી સંગઠન જાહેર કર્યો હતો પરંતુ ભટકલને આતંકવાદી જાહેર કરવા માટે કાયદામાં કોઇ જાગવાઈ ન હતી. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, આનો લાભ ઉઠાવીને ભટકલે ૧૨ આતંકવાદી હુમલાઓને અંજામ આપ્યા હતા. સુધારવામાં આવેલા કાયદા હેઠળ આતંકવાદી સંગઠનો અથવા તો આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. આના માટે તપાસ અધિકારીને સંબંધિત રાજ્યના ડીજીપીના પૂર્વ મંજુરીની જરૂર રહેશે. જા મામલાની તપાસ એનઆઈએના કોઇ અધિકારી કરે છે તો સંબંધિત સંપત્તિને જપ્ત કરવા માટે સંબંધિત રાજ્યના ડીજીપીની મંજુરી લેવાની જરૂર પડશે નહીં. આના માટે એનઆઈએના મહાનિર્દેશકની મંજુરી મેળવવાની રહેશે. મોદી સરકાર વર્ષોથી કહેતી રહી છે કે, આતંકવાદ પર તેની નીતિ ઝીરો ટોલરન્સની રહી છે. યુએપીએ બિલને લોકસભાની મંજુરી મળી ચુકી છે. આ પહેલા એનઆઈએ સુધારા બિલને લોકસભાની સાથે સાથે રાજ્યસભાની મંજુરી મળી ચુકી છે. આ બિલ હેઠળ એનઆઈએને દેશની બહાર બીજા દેશોમાં પણ ભારતની સામે આતંકવાદ સાથે જાડાયેલા મામલામાં તપાસના અધિકાર મળી ગયા છે. અમિત શાહે આ બિલ ઉપર ગૃહમાં જારદાર ચર્ચાનો જવાબ આપ્યો હતો. શાહે કહ્યું હતું કે, આતંકવાદ ઉપર તીવ્ર પ્રહાર કરવા માટે અતિકઠોર પગલાની જરૂર દેખાઈ રહી છે. ૧૯૬૭માં ઇન્દરા ગાંધીની સરકાર જ આ કાયદો લઇને આવી હતી. શાહે ઉમેર્યું હતું કે, અર્બન નક્સલવાદ પર પ્રહાર કરવાની જરૂર દેખાઈ રહી છે. સરકારના આના પ્રત્યે બિલકુલ પણ સહાનુભૂતિ ધરાવતી નથી. આતંકવાદને પોષણમાં મદદ કરનાર, નાણાં ઉપલબ્ધ કરાવનાર, આતંકવાદના સાહિત્ય ઉપલબ્ધ કરાવનારને પણ ત્રાસવાદી જાહેર કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે આતંકવાદ પર કઠોર કાર્યવાહી નહીં બલ્કે વાતચીતથી આતંકવાદ પર કાબૂ મેળવી શકાય છે. આ વિચારથી તેઓ બિલકુલ સહમત નથી. અમિત શાહે કહ્યું હતું કે, કોઇની પાસે બંદૂક હોય છે જેથી તે ત્રાસવાદી બની જતો નથી બલ્કે ત્રાસવાદી એટલા માટે બને છે કારણ કે તેના દિમાગમાં આતંકવાદી વિચારધારા હોય છે. કોંગ્રેસ સરકાર વેળા ત્રણ સુધારા કરવામાં આવ્યા હતા. યુએપીએ એક્ટની કલમ ૨૫ પર કોંગ્રેસના સાંસદ મનિષ તિવારીના વાંધાઓનો જવાબ આપતા અમિત શાહે કહ્યું હતું કે, વર્તમાન સરકારે આ કલમ ઉમેરી નથી.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here