ગ્લોબલ ઇનોવેશન ક્ષેત્રે ભારત બાવનમાં ક્રમ પર

0
19

મુંબઈ, તા.૨૪
ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ (જીઆઈઆઈ) ૨૦૧૯માં ભારત જારદાર દેખાવ કરીને હવે બાવનમાં સ્થાન ઉપર પહોંચી જતાં તેની નોંધ લેવાઈ છે. આ ઇન્ડેક્સમાં અન્ય દેશો કરતા ભારતનો દેખાવ શાનદાર રહ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલ દ્વારા આજે જીઆઈઆઈની યાદી જારી કરી હતી. આ યાદી વાર્ષિક આધાર પર કોર્નેલ યુનિવર્સિટી ઇન્સીડ, સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા અને જીઆઈઆઈ નોલેજ પાર્ટનર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. આ યાદીની ૧૨મી યાદી આ વખતે જારી કરાઈ છે. રેંકિંગમાં ઉલ્લેખનીય સુધારો ભારતે કર્યો છે. ૨૦૧૭માં ભારત ૬૦માં સ્થાને, ૨૦૧૬માં ૬૬માં અને ૨૦૧૫માં ૮૧માં સ્થાને રહ્યું હતું. આ યાદીમાં ટોપ ૧૦ દેશની વાત કરવામાં આવે તો સ્વત્ઝર્લેન્ડ પ્રથમ સ્થાન પર છે. Âસ્વડન, અમેરિકા, નેધરલેન્ડ, બ્રિટન, ફિનલેન્ડ, ડેનમાર્ક, સિંગાપૌર, જર્મની અને ઇઝરાયેલ સામેલ છે. ભારતની અર્થવ્યવસ્થાની વાત કરવામાં આવે તો આ વર્ષે બ્રિટનને પછડાટ આપીને તે દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ભારત ચીન બાદ સૌથી મોટી બીજી અર્થવ્યવસ્થા તરીકે છે.