Friday, August 14, 2026
HomeWorldકંગાળ પાકિસ્તાન પાસે ચૂંટણી યોજવા પણ પૈસા નથી, ખુદ સંરક્ષણ મંત્રીએ આ...

કંગાળ પાકિસ્તાન પાસે ચૂંટણી યોજવા પણ પૈસા નથી, ખુદ સંરક્ષણ મંત્રીએ આ અંગે આપ્યું મોટું નિવેદન

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ખ્વાજા આસિફે આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી

ચૂંટણી પંચે પાકિસ્તાનના પંજાબમાં યોજાનારી પ્રાંતીય ચૂંટણીને સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે

પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફનું કહેવું છે કે દેશના નાણા મંત્રાલય પાસે ચૂંટણી યોજવા માટે પૈસા જ નથી. અહેવાલ અનુસાર, ખ્વાજા આસિફે આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી. ખ્વાજા આસિફનું આ નિવેદન પાકિસ્તાનના ચૂંટણી પંચના એ નિર્ણય બાદ આવ્યું છે, જેમાં ચૂંટણી પંચે પાકિસ્તાનના પંજાબમાં યોજાનારી પ્રાંતીય ચૂંટણીને સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. દેશમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિને ટાંકીને ચૂંટણી પંચે આ પગલું ભર્યું છે. જેનો ઈમરાન ખાનની પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જાણો પાકિસ્તાની સંરક્ષણ મંત્રીના નિવેદનનો અર્થ

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટીની તત્કાલીન સરકારોએ 14 અને 18 જાન્યુઆરીએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની વિધાનસભાઓ ભંગ કરી દીધી હતી. આ પછી 1 માર્ચે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે વિધાનસભા ભંગ થયાના 90 દિવસની અંદર બંને રાજ્યોમાં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો. આ અંતર્ગત પંજાબમાં એપ્રિલમાં અને ખૈબર પખ્તુનખ્વામાં મે મહિનામાં ચૂંટણી યોજાવાની હતી, પરંતુ હવે ચૂંટણી પંચે ચૂંટણીને ઓક્ટોબર સુધી સ્થગિત કરી દીધી છે. તેના પર ખ્વાજા આસિફનું નિવેદન કે ચૂંટણી કરાવવા માટે પૈસા નથી, તે સ્પષ્ટ સંકેત આપે છે કે પાકિસ્તાનની PMLN સરકાર અત્યારે ચૂંટણી કરાવવા માંગતી નથી અને તેને ઈમરાન ખાન માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

ઈમરાન ખાન પર ગંભીર આરોપો

ખ્વાજા આસિફે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીટીઆઈ ચીફ ઈમરાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે ઇમરાને ભૂતપૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ લંબાવ્યો અને પછી સત્તાથી બહાર થયા બાદ તેમણે બાજવા પર જ આરોપ લગાવ્યો કે તેમને સત્તામાંથી બહાર કરનારા બાજવા છે. ખ્વાજા આસિફે એમ પણ કહ્યું હતું કે પીટીઆઈ સરકાર દ્વારા પ્રાંતીય એસેમ્બલીનું વિસર્જન ગેરબંધારણીય હતું પરંતુ બંધારણીય રીતે તેમને સત્તામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા અને તેઓ વિશ્વાસ મત ગુમાવ્યા હતા અને હવે તેઓ કોર્ટમાં હાજર પણ નથી થઈ રહ્યા. ખ્વાજા આસિફે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઈમરાન ખાને સરકારમાં PMLNના નેતાઓને જેલમાં ધકેલી દીધા હતા. ઉલ્લેખનીય છે કે હવે ઈમરાન ખાન આરોપ લગાવી રહ્યા છે કે પીએમએલએન સરકારમાં પીટીઆઈ કાર્યકર્તાઓને નિશાન બનાવીને જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે.

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here