કાશ્મીરમાં એક દશકમાં ત્રાસવાદી ઘટનાઓમાં ૯૦ ટકા સુધી ઘટાડો

0
24
નવીદિલ્હી, તા.૨૩ જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં ત્રાસવાદી ઘટનાઓમાં આશરે ૯૦ ટકા સુધીનો ઉલ્લેખનીય ઘટાડો થઇ ચુક્યો છે. સરકારે લોકસભામાં આપવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે, પહેલી એપ્રિલ ૨૦૦૯થી લઇને ૩૦મી જુન ૨૦૧૯ સુધીના ગાળામાં રાજ્યમાં ૩૧૮૭ જેટલા ત્રાસવાદી હુમલાઓ થઇ ચુક્યા છે જે છેલ્લા દશકની સરખામણીમાં ૮૬ ટકા ઓછા છે. આ દશકમાં જમ્મુ કાશ્મીરમાં ૨૩૨૯૦ ત્રાસવાદી હુમલા કરવામાં આવ્યા હતા. લોકસભામાં કોંગ્રેસના સાંસદ મનિષ તિવારીના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિસન રેડ્ડીએ આજે આ મુજબની માહિતી આપી હતી. કિસન રેડ્ડીએ કહ્યું હતું કે, ત્રાસવાદી હુમલાઓમાં ઘટાડો થઇ રહ્યો છે. ૨૦૧૮ની સરખામણીમાં આ ત્રિમાસિક ગાળામાં આતંકવાદી હુમલાઓ ઘટી ગયા છે. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું હતું કે, અશાંત ગણાતા પ્રદેશમાં છેલ્લા દશકમાં આતંકવાદી હુમલામાં ૭૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. છેલ્લા દશકમાં આ આંકડો ૭૧ હતો જ્યારે આ વખતે ૨૧ રહ્યો છે. પ્રદેશમાં સુરક્ષા દળો આતંકવાદીઓ સામે જંગ મજબૂતી સાથે લડી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક અહેવાલમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, પુલવામા હુમલાથી સાબિત થાય છે કે, ભારત સતત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓના નિશાના ઉપર છે. આવી સ્થતિમાં ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવા ભારત ખચકાશે નહીં. સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પાર ગોળીબાર કરીને આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. આવી Âસ્થતિમાં ઘુસણખોરીને રોકવા અને આતંકવાદનો ખાત્મો કરવા ભારત સંપૂર્ણપણે કટિબદ્ધ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જૈશે મોહમ્મદ દ્વારા પુલવામા હુમલાથી સ્પષ્ટ થાય છે કે, ભારત પર હુમલા કરવા માટે આતંકવાદીઓ સતત તૈયારી કરતા રહે છે. ભારતને ટાર્ગેટ બનાવવા માટે ત્રાસવાદીઓ ઇચ્છુક રહે છે. ભારતના જવાબમાં બાલાકોટમાં જૈશના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ ઉપર હવાઈ હુમલા કરાયા હતા. આવા હુમલાઓનો દોર ભવિષ્યમાં પણ જારી રાખવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે કઠોર પગલા લેવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. પાકિસ્તાને ત્રાસવાદી સંગઠનોને સમર્થન આપવાનું બંધ કરવું જાઇએ. સાથે સાથે તેના દેશમાં રહેલા આતંકવાદી માળખાઓને નષ્ટ કરવાની દિશામાં પહેલ કરવી જાઇએ. કિસન રેડ્ડીએ આજે તમામ આંકડાકીય માહિતી પુરી પાડી હતી. તેમણે કહ્યું હતું કે, ૨૦૦૯થી લઇને ૨૦૧૯ સુધી એટલે કે ૧૦ વર્ષના ગાળામાં ૩૦૦૦થી વધુ ત્રાસવાદી હુમલા થયા છે.

છેલ્લા દશકની સરખામણીમાં હુમલામાં કુલ ૮૬ ટકાનો ઘટાડો થયો હોવાનો
દાવો કરવામાં આવ્યો ઃ ત્રાસવાદીઓ સામે સુરક્ષા દળોની નિર્ણાયક કાર્યવાહી

નવીદિલ્હી, તા.૨૩
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં ત્રાસવાદી ઘટનાઓમાં આશરે ૯૦ ટકા સુધીનો ઉલ્લેખનીય ઘટાડો થઇ ચુક્યો છે. સરકારે લોકસભામાં આપવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે, પહેલી એપ્રિલ ૨૦૦૯થી લઇને ૩૦મી જુન ૨૦૧૯ સુધીના ગાળામાં રાજ્યમાં ૩૧૮૭ જેટલા ત્રાસવાદી હુમલાઓ થઇ ચુક્યા છે જે છેલ્લા દશકની સરખામણીમાં ૮૬ ટકા ઓછા છે. આ દશકમાં જમ્મુ કાશ્મીરમાં ૨૩૨૯૦ ત્રાસવાદી હુમલા કરવામાં આવ્યા હતા. લોકસભામાં કોંગ્રેસના સાંસદ મનિષ તિવારીના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિસન રેડ્ડીએ આજે આ મુજબની માહિતી આપી હતી. કિસન રેડ્ડીએ કહ્યું હતું કે, ત્રાસવાદી હુમલાઓમાં ઘટાડો થઇ રહ્યો છે. ૨૦૧૮ની સરખામણીમાં આ ત્રિમાસિક ગાળામાં આતંકવાદી હુમલાઓ ઘટી ગયા છે. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું હતું કે, અશાંત ગણાતા પ્રદેશમાં છેલ્લા દશકમાં આતંકવાદી હુમલામાં ૭૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. છેલ્લા દશકમાં આ આંકડો ૭૧ હતો જ્યારે આ વખતે ૨૧ રહ્યો છે. પ્રદેશમાં સુરક્ષા દળો આતંકવાદીઓ સામે જંગ મજબૂતી સાથે લડી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક અહેવાલમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, પુલવામા હુમલાથી સાબિત થાય છે કે, ભારત સતત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓના નિશાના ઉપર છે. આવી સ્થતિમાં ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવા ભારત ખચકાશે નહીં. સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પાર ગોળીબાર કરીને આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. આવી સ્થતિમાં ઘુસણખોરીને રોકવા અને આતંકવાદનો ખાત્મો કરવા ભારત સંપૂર્ણપણે કટિબદ્ધ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જૈશે મોહમ્મદ દ્વારા પુલવામા હુમલાથી સ્પષ્ટ થાય છે કે, ભારત પર હુમલા કરવા માટે આતંકવાદીઓ સતત તૈયારી કરતા રહે છે. ભારતને ટાર્ગેટ બનાવવા માટે ત્રાસવાદીઓ ઇચ્છુક રહે છે. ભારતના જવાબમાં બાલાકોટમાં જૈશના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ ઉપર હવાઈ હુમલા કરાયા હતા. આવા હુમલાઓનો દોર ભવિષ્યમાં પણ જારી રાખવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે કઠોર પગલા લેવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. પાકિસ્તાને ત્રાસવાદી સંગઠનોને સમર્થન આપવાનું બંધ કરવું જાઇએ. સાથે સાથે તેના દેશમાં રહેલા આતંકવાદી માળખાઓને નષ્ટ કરવાની દિશામાં પહેલ કરવી જાઇએ. કિસન રેડ્ડીએ આજે તમામ આંકડાકીય માહિતી પુરી પાડી હતી. તેમણે કહ્યું હતું કે, ૨૦૦૯થી લઇને ૨૦૧૯ સુધી એટલે કે ૧૦ વર્ષના ગાળામાં ૩૦૦૦થી વધુ ત્રાસવાદી હુમલા થયા છે.