Friday, September 25, 2026
Homenationalબજારમાં સતત ચોથા સત્રમાં મંદીથી કારોબારીઓ નિરાશ

બજારમાં સતત ચોથા સત્રમાં મંદીથી કારોબારીઓ નિરાશ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

પસંદગીના બ્લુચીપ શેરોમાં તીવ્રવેચવાલી:બજેટમાં સુપર રિચ ઉપર ટેક્સ લાગૂ કરવામાં આવતા હજુય તેની અસર

મુંબઇ, તા.૨૩
શેરબજારમાં આજે સતત ચોથા કારોબારી સેશનમાં મંદીનું મોજુ રહ્યું હતું. કોર્પોરેટ કમાણીના નબળા આંકડા, આર્થિક મંદી, અન્ય વૈશ્વિક પરિબળોની વચ્ચે મૂડીરોકાણકારો રોકાણ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા નથી. એચડીએફસી, એસબીઆઈ, આરઆઈએલ, એચસીએલ ટેક સહિતના શેરમાં વેચવાલી રહી હતી. આ તમામમાં એક ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. એસબીઆઈના શેરમાં બે ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. આ તમામ શેરમાં ઘટાડો થતાં સેંસેક્સ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. કારોબારના છેલ્લા કલાકમાં તીવ્ર વેચવાલી રહી હતી. બેંચમાર્ક સેંસેક્સ ૪૮ પોઇન્ટ ઘટીને ૩૭૯૮૩ની નીચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૮૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. એસબીઆઈના શેરમાં સૌથી વધુ કડાકો બોલી ગયો હતો. પાવરગ્રીડ કોર્પોરેશન, આઈટીસી, હિરોમોટોના શેરમાં તેજી જાવા મળી હતી. બ્રોડર નિફ્ટી ૧૫ પોઇન્ટ ઘટીને ૧૧૩૩૧ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૭૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૯૧૫ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૪૯ પોઇન્ટનો સુધારો થતાં તેની સપાટી ૧૩૨૦૬ રહી હતી. મૂડીરોકાણકારો હાલમાં એશિયન બજારમાં જાવા મળી રહેલા પરિબળો ઉપર ધ્યાન આપી રહ્યા છે. કારોબાર નકારાત્મક માહોલમાં રહેવા માટે એક કારણ વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જંગી નાણાં પરત ખેંચવા સાથે સંબંધિત છે. બજેટમાં સુપરરિચ પર ટેક્સના લીધે પણ ચિંતા છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં નબળી Âસ્થતિ રહી હતી. નિફ્ટી પીએસયુ બેંકમાં સૌથી વધુ ઘટાડો ત્રણ ટકાનો રહ્યો હતો. શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ભારે ઉથલપાથલ વચ્ચે એફપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં હજુ સુધી સ્ટોકમાંથી ૭૭૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. સુપરરિચ ટેક્સની જાહેરાત બજેટ ૨૦૧૯-૨૦માં કરવામાં આવ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારો ચિંતાતુર બનેલા છે. એફપીઆઈ દ્વારા અગાઉના પાંચ મહિનામાં ઇક્વટી સેગ્મેન્ટમાં જંગી નાણાં ઠાલવ્યા હતા. આંકડા દર્શાવે છે કે, પહેલી જુલાઈથી ૧૯મી જુલાઈ વચ્ચેના ગાળામાં ઇક્વટીમાંથી વિદેશી રોકાણકારોએ ૭૭૧૨.૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જા કે, ડેબ્ટ સેગ્મેન્ટમાં આ ગાળા દરમિયાન ૯૩૭૧.૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. એફપીઆઈની સાથે સાથે ઉંચા ટેક્સ સરચાર્જની અસર પણ જાવા મળી રહી છે. કેન્દ્રીય બજેટમાં પાંચમી જુલાઈના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સૌથી અમીર લોકો ઉપર ટેક્સ સરચાર્જમાં વધારો કર્યો હતો જેની અસર વિદેશી રોકાણકારો ઉપર જાવા મળી રહી છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતો, ડોલર સામે રૂપિયાની ચાલ જેવા પરિબળો પણ શેરબજાર ઉપર અસર કરશે. સોમવારના દિવસે વેચવાલી વચ્ચે સેંસેક્સ ૩૦૬ પોઇન્ટ ઘટીને ૩૮૦૩૧ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટીમાં ૮૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૩૩૭ રહી હતી. શેરબજારમાં હાલ પ્રવાહી Âસ્થતિ બનેલી છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here