કાશ્મીરમાં કુખ્યાત ત્રાસવાદી સંગઠનોની કમર તુટી રહી છે

0
44

જેટલા ત્રાસવાદીની ભરતી થઇ છે તેનાથી વધુ ત્રાસવાદી માર્યા ગયા છે : ઓપરેશન ઓલઆઉટથી સફાયો કરાયો

નવી દિલ્હી,તા. ૩૦
જમ્મુકાશ્મીરમાં મજબુત ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સની સહાયથી ત્રાસવાદીઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે હવે ત્રાસવાદી સંગઠનની કમર તુટી ગઇ છે. Âસ્થતી એ છે કે આ વર્ષે જેટલા ત્રાસવાદીઓની ભરતી કરવામાં આવી છે તેના કરતા વધારે ત્રાસવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ કાશ્મીરમાં સેના દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓની હાલત કફોડી બનેલી છે. તેમના લીડરોનો શોધી શોધીને ખાતમો કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં હવે અલગતાવાદીઓ હવે વિદેશી ઘુસણખોરો પર વધારે આધાર રાખી રહ્યા છે. ઇન્ટેલિજન્સ રેકોર્ડ મુજબ આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં જ્યારે ત્રાસવાદી સંગઠનોમાં ૧૦૦ જેટલા ત્રાસવાદીઓની ભરતી થઇ છે. જ્યારે ૨૦૦થી વધારે ત્રાસવાદીઓને લશ્કરી ઓપરેશનમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન અને પોકમાંથી આ વર્ષે જુલાઇ સુધી સેંકડો ત્રાસવાદીઓ દ્વારા ઘુસણખોરી કરવામાં આવી હતી. જ્યારે ગયા વર્ષે ૨૦૧૬માં આ આંકડો ૧૨૩ ઉપર રહ્યો હતો. આ પ્રવાહને જાતા ખીણમાં સક્રિય ત્રાસવાદીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માર્યા ગયેલા આ ત્રાસવાદીઓમાં લશ્કરે તોયબાના ૧૪, હિજબુલના અને અલ બદરના ટોપ કમાન્ડર પણ સામેલ છે. રાજ્ય પોલીસ, સેના અને સીઆરપીએફનમા સંયુક્ત ઓપરેશનથી મોટી સફળતા હાંસલ થઇ રહી છે. ખીણમાં હિજબુલ મુજાહીદ્દીનનુ નેતૃત્વ કરનાર ત્રાસવાદી બુરહાન વાનીને સેનાએ ગયા વર્ષે આઠમી જુલાઇના દિવસે એન્કાઉન્ટરમાં ઠાર મારી દીધો હતો. ત્યારબાદ જાકીર મુસા પણ ઠાર થયો હતો. મોટા ત્રાસવાદી હાલના વર્ષોમાં ઠાર કરાયા છે.