Tuesday, August 11, 2026
HomeWorldકેનેડામાં 22 વર્ષના શીખ યુવકની હત્યા,પંજાબ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે ...

કેનેડામાં 22 વર્ષના શીખ યુવકની હત્યા,પંજાબ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી, પરિવારજનો આઘાતમાં

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

કેનેડામાં 22 વર્ષના શીખ યુવકની હત્યા ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર, આલબર્ટાના એડમોન્ટન પાર્કિંગમાં બુધવારે (ચોથી સપ્ટેમ્બર) તીક્ષ્ણ હથિયાર વડે જશનદીપ સિંહ માનની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે 40 વર્ષીય એડગર વિસ્કર પર સેકન્ડ-ડિગ્રી મર્ડરનો આરોપ લગાવ્યો છે. આઠ મહિના પહેલા તે વિદ્યાર્થી તરીકે કેનેડા ગયો હતો. જશનદીપ પંજાબના માલેરકોટલાના બદલા ગામનો રહેવાસી હતો.પોલીસના જણાવ્યાનુસાર, ‘હત્યામાં બોક્સ કટરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. એવું લાગે છે કે હત્યારો અને મૃતક અગાઉથી પરિચિત ન હતા.’ મૃતકના પિતા ભરપુર સિંહે કહ્યું કે, ‘કેનેડાના વહીવટીતંત્રે આ હત્યાની ઝીણવટભરી તપાસ કરવી જોઈએ. અમે માત્ર એ જાણવા માંગીએ છીએ કે હત્યા શા માટે થઈ. હત્યારાએ જશનદીપને અમારી પાસેથી છીનવીને અમારી દુનિયાને બરબાદ કરી નાખી.’ પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા પ્રીતિપાલ કૌર બાદલે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે, કેનેડાથી જશનદીપ સિંહ માનનો મૃતદેહ પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. ગ્રામજનોએ વડાપ્રધાન મોદીને પણ આ મામલાને રાજદ્વારી સ્તરે લઈ જવાની અપીલ કરી છે. લોકોની માંગ છે કે ભારતથી વિદેશ જતા વિદ્યાર્થીઓ સાથે બનતી આવી ઘટનાઓને ગંભીરતાથી લેવી જોઈએ.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં એડમન્ટનમાં એક શીખ યુવક અને તેના 11 વર્ષના પુત્રની હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ હરપ્રીત સિંહ ઉપ્પલ તરીકે થઈ હતી. બંનેને ગોળી મારી દેવામાં આવી હતી. એક તરફ કેનેડા વિચાર્યા વગર નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવવા તૈયાર હતું, તો બીજી તરફ કેનેડાની ધરતી પર થઈ રહેલી ભારતીયોની હત્યા પ્રત્યે તેનું વલણ ઢીલું લાગે છે.

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here