કોંગ્રેસમાં જોડાશે મોદીના ડુપ્લીકેટ, કહ્યું- લોકસભા ચૂંટણીમાં PM વિરુદ્ધ કરીશ પ્રચાર

0
64
s/NAT-HDLN-pm-narendra-modis-duplicate-join-congress-soon-gujarati-news-5965905-NOR.html
s/NAT-HDLN-pm-narendra-modis-duplicate-join-congress-soon-gujarati-news-5965905-NOR.html

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડુપ્લીકેટ અભિનંદન પાઠકને બીજેપીનો મોહ ઓછો થઈ ગયો છે અને તેથી હવે તેમણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. બુધવારે તેમણે આ વિશે ઉત્તર પ્રદેશના કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજ બબ્બર સાથે મુલાકાત પણ કરી હતી. જ્યારે અહીં તેમને એક કોંગ્રેસ કાર્યકર્તાએ પૂછ્યું કે, મારા ખાતામાં 15 લાખ રૂપિયા ક્યારે આવશે? ત્યારે તેમણે કહ્યું કે, આવા સવાલોએ જ મને કોંગ્રેસમાં જોડાવા માટે મજબૂર કર્યો છે. તેમણે કહ્યું કે, હું 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપી માટે પ્રચાર નહીં કરું.

સહારનપુરમાં રહેતા અભિનંદન પાઠક 2015માં દિલ્હી અને 2017માં યુપી વિધાનસભા ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીની રેલીમાં જોવા મળ્યા હતા. તેમણે વર્ષ 1999માં લોકસભા અને 2012માં વિધાનસભા ચૂંટણી લડી હતી. આ સિવાય તેઓ બે વાર સહારનપુરથી કોર્પોરેટ પણ રહી ચૂક્યા છે. પાઠકે એવું પણ જણાવ્યું છે કે, તેમનો બીજેપીથી મોહભંગ થઈ ગયો છે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ પસંદ કરું છું. મારી તેમની સાથે મુલાકાત પણ થઈ છે. પરંતુ તેમની સરકાર વાયદા પૂરી કરવામાં અસફળ રહી છે. તેથી હવે હું બીજેપી સરકાર વિરુદ્ધ પ્રચાર કરીશ.

અભિનંદ પાઠકે જણાવ્યું કે, મે રાજ બબ્બરને કહ્યું કે, તેઓ મારી રાહુલ ગાંધી સાથે મુલાકાત કરાવે જેથી હું તેમના સમક્ષ બીજેપી વિરુદ્ધ પ્રચારની ઈચ્છા વ્યક્ત કરી શકું. તેમણે કહ્યું કે, લોકોએ મોદીને સારા દિવસો આવવાની આશામાં વોટ આપ્યા હતાં પરંતુ સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે. તેથી હું વડાપ્રધાન મોદીથી પણ નારાજ છું. મેં વડાપ્રધાનને ઓછામાં ઓછા 50 પત્રો લખ્યા છે. તેઓ હંમેશા તેમના મનની વાત કરે છે પરંતુ બીજા કોઈનું નથી સાંભળતા.