UP: એરફોર્સ ડેની તૈયારી કરતું IAFનું પ્લેન બાગપતમાં ક્રેશ, પાઇલટનો બચાવ

0
75
/news/NAT-HDLN-an-iaf-plane-has-been-forced-land-in-baghpat-gujarati-news-5965870-NOR.html
/news/NAT-HDLN-an-iaf-plane-has-been-forced-land-in-baghpat-gujarati-news-5965870-NOR.html

ઉત્તર પ્રદેશના બાગપતમાં શુક્રવારે સવારે વાયુસેનાનું એક નાનું વિમાન ક્રેશ થઈ ગયું છે. તેમાં બે પાઇલટ સવાર હતા. ઘટના પછી બંને પાઇલટ સુરક્ષીત છે. આ વિમાને ગાઝિયાબાદના હિંડન એરબેઝમાં ઉડાન ભરી હતી પરંતુ તે બાગપતમાં ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન બાગપતના ખેતરોવાળા વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ પ્લેન એરફોર્સ-ડેની તૈયારી કરી રહ્યું હતું. આ ઘટના પછી વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે.