કોરોનાનો ભય કે કુંભનું પવિત્ર સ્નાન?

0
41
આવા અનેક પ્રકારના એન્ટિબોડીઝ વિવિધ ચેપી રોગો સામે રક્ષણ આપે છે. નવાઇની વાત તો એ છે કે જ્યારે કુંભમેળા, મકરસંક્રાંતિ કે અન્ય પ્રસંગોએ નદીઓમાં હજારો લોકો સમૂહ સ્નાન કરવા જાય છે ત્યારે વિષાણુઓની આપ-લે અનેક ગણી વધી જાય છે.
આવા અનેક પ્રકારના એન્ટિબોડીઝ વિવિધ ચેપી રોગો સામે રક્ષણ આપે છે. નવાઇની વાત તો એ છે કે જ્યારે કુંભમેળા, મકરસંક્રાંતિ કે અન્ય પ્રસંગોએ નદીઓમાં હજારો લોકો સમૂહ સ્નાન કરવા જાય છે ત્યારે વિષાણુઓની આપ-લે અનેક ગણી વધી જાય છે.

આસ્થાનો કોઇ વિકલ્પ નથી. કોરોનાની દહેશત વચ્ચે પણ ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિને દિવસે હરિના દ્વાર એવા હરિદ્વારમાં કુંભમેેળાની શરૂઆત થઇ ગઇ છે. દર બાર વર્ષે આવતો આ કુંભમેળો ૨૭ એપ્રિલ, ચૈત્ર પૂર્ણિમા સુધી રહેશે. અહીંની વ્યવસ્થા સંભાળતા સિદ્ધાર્થ ચક્રપાણિ કહે છે કે કોરોના મહામારી થોડો ચિંતાનો વિષય છે, પરંતુ તેઓ દરેક જાતની તકેદારી રાખી રહ્યા છે. મા ગંગા પર અખૂટ શ્રદ્ધા ધરાવતા ચક્રપાણિ કહે છે કે, મૈયા સહુની સલામતીનું ધ્યાન રાખશે.વાત તો સાચી છે. અંગ્રેજોના સમયે પણ ભારતમાં પ્લેગ કે તેના જેવી મહામારી ફાટી નીકળી ત્યારે પણ શ્રદ્ધાનો પ્રવાહ રૂંધાયો નહોતો. ખાસ સાવચેતી સાથે પણ અસંખ્ય લોકો ભેગા થતા જ હતા.શું છે આ કુંભમેળો?હિન્દુ માન્યતા અનુસાર દેવો અને દાનવો વચ્ચે સમુદ્રમંથન થયું ત્યારે એક અમૃત ભરેલો કુંભ પણ નીકળ્યો હતો. ખેંચાખેંચમાં તેનાં ચાર ટીપાં પૃથ્વી પર ચાર જગ્યાએ અનુક્રમે હરદ્વાર, પ્રયાગરાજ (અલાહાબાદ), નાશિક અને ઉજ્જૈનમાં પડ્યાં હતાં. આથી જ આ જગ્યાઓ પર વારાફરતી કુંભમેળા સમયે લાખો લોકો નદીઓનાં પાણીને અમૃત ગણીને સ્નાન કરવા માટે ભેગા થાય છેજ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ પણ સૂર્યની પ્રદક્ષિણા ફરતો સૌથી મોટો ગ્રહ ગુરુ કુંભ રાશિમાં પ્રવેશે ત્યારે અમૃત યોગ સર્જાય છે. આ દિવસોમાં પવિત્ર નદીઓમાં કરેલું સ્નાન માણસને અમરત્વ પ્રદાન કરે છે અથવા મોક્ષ તરફ ગતિ આપે છે. આજના ખગોળવિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે ગુરુને સૂર્યની પ્રદક્ષિણા ફરતાં બાર વર્ષ લાગે છે. બાર રાશિઓમાં ગુરુ એક એક વર્ષ રહે છે. આ વર્ષે તે કુંભ રાશિમાં છે અને જ્યારે તે કુંભ રાશિમાં હોય ત્યારે નદીઓને વધુ શુદ્ધતા અને પવિત્રતા બક્ષે છે.હવે, આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે આપણે ત્યાં હજારો વર્ષથી દર બાર વર્ષે જ કુંભમેળા ઊજવાય છે. એનો મતલબ એમ થયો કે તે વખતના જ્યોતિષો કે ઋષિમુનિઓને ખ્યાલ હશે જ કે ગુરુ દર બાર વર્ષે કુંભ રાશિમાં પ્રવેશે છે અને આ દરમ્યાન વાતાવરણમાં અને નદીઓમાં સકારાત્મક ફેરફાર થાય છે.આ દિવસોમાં ખુલ્લામાં કરેલું સ્નાન માત્ર આત્મશુદ્ધિ જ નહીં, શરીરશુદ્ધિ પણ કરે છે એવું પણ વારાણસીના એક પ્રોફેસર ડૉ. વાચસ્પતિ જણાવે છે. તેમણે તો વર્ષોથી આ બાબતે સંશોધન કરીને તારણ કાઢ્યું છે કે કુંભમેળા દરમ્યાન ક્યારેય બીમારી પ્રસરતી નથી, ઊલટાની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેમ અન્ય દેશો સાથે મહત્ત્વની મેચો રમાય એ પહેલાં અનેક નાની મેચ પણ રમાતી હોય છે. તેમ કુંભમેળામાં નાગા બાવાઓનું શાહીસ્નાન થાય એ અગાઉના સમયથી ઘણા ભાવિકો કુંભમેળાના સ્થળ પર પહોંચી જાય છે અને ત્યાં વસવાટ કરીને રોજ નદીમાં સ્નાન કરીને ભક્તિભાવ અને સંયમપૂર્વકનું જીવન જીવે છે. આ ક્રિયા કલ્પવાસના નામે ઓળખાય છે. પ્રો. વાચસ્પતિએ અનેક વર્ષ આવા શ્રદ્ધાળુઓનું તબીબી પરીક્ષણ કરીને એ પુરવાર કર્યું છે કે કલ્પવાસ અને કુંભમેળાના સ્નાનથી માણસની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમ કેમ બને છે તેની સ્પષ્ટતા કરતાં એ જણાવે છે વ્યક્તિ હંમેશાં પોતાના શરીરમાંથી અનેક પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ છોડતી હોય છે કે ગ્રહણ કરતી હોય છે. આ જીવાણુઓમાં એન્ટિજન કહેવાતા વિષાણુઓ પણ હોય છે જે શરીરમાં પ્રવેશતાં જ શરીરની સંરક્ષણ ક્રિયાને ઉત્તેજિત કરી બીમારીનો સામનો કરતાં સૈન્યો ઉર્ફે એન્ટિબોડીઝ પેદા કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જે સ્નાન કરતી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી સાબિત થાય છે આમ ભારતમાં વર્ષોથી પવિત્ર નદીઓનાં પાણીમાં સામૂહિક સ્નાન કરવા લોકો પહોંચી જાય છે તેને હવે માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક જ નહીં, વૈજ્ઞાનિક રીતે પણ સમર્થન પ્રાપ્ત થતું જાય છે. હાલ હરદ્વારમાં ગંગા નદીમાં મકરસંક્રાંતિના દિને લાખો લોકોએ સ્નાન કર્યું. આ ગંગા નદીને તો એક પવિત્ર નદીની જ ઉપમા આપવામાં આવી છે, આ નદીના તો અનેક નમૂનાઓ લઇને વર્ષો સુધી અધ્યયન કરીને દેશના જ નહીં, અનેક વિદેશી વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું છે કે આ પાણી તો શુદ્ધ રહે જ છે સાથે અન્ય ચીજવસ્તુઓને પણ શુદ્ધ કરવાનું સામર્થ્ય ધરાવતાં અનેક તત્ત્વો પણ તેમાં હાજર છે. એટલે જ તો વર્ષો પહેલાં આ નદીઓમાં લોકો મૃતદેહ પણ છોડી જતાં છતાંય બાજુમાં સ્નાન કરતી વ્યક્તિને બીમારીનો કોઇ ભય ન રહેતો.