Monday, October 5, 2026
HomeGujaratગાંધીનગરમાં ઝીકા વાયરસનો શંકાસ્પદ કેસ, પૂનાની લેબોરેટરીમાં સેમ્પલ મોકલાયા, તંત્રમાં દોડધામ

ગાંધીનગરમાં ઝીકા વાયરસનો શંકાસ્પદ કેસ, પૂનાની લેબોરેટરીમાં સેમ્પલ મોકલાયા, તંત્રમાં દોડધામ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Zika virus in Gandhinagar : વારંવાર વરસાદી ઝાપટા અને વાદળછાયા વાતાવરણને કારણે મચ્છરજન્ય બિમારી-રોગની સિઝન આ વખતે લાંબી ચાલી છે. દિવાળી પૂર્વે પણ ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ પ્રકાશમાં આવી રહ્યા છે. તેવી સ્થિતિ વચ્ચે ગાંધીનગરમાંથી ઝીકા વાયરસનો શંકાસ્પદ કેસ પણ સામે આવ્યો છે. 75 વર્ષિય વૃદ્ધની તબીયત લથડતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. જે દરમ્યાન તબીબને શંકા જતા તેમના જરૂરી સેમ્પલ પરિક્ષણ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ વખતે લગભગ દર મહિને વરસાદ પડયો છે. નવરાત્રીમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે જેની સીધી અસર લોકોના સ્વાસ્થ પર પડી છે. વાયરલ બિમારીઓ વધી છે તો બીજીબાજુ મચ્છરજન્ય બિમારીઓના કેસ પણ દિવાળી શરૂ થઇ ગઇ હોવા છતા સામે આવી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. એટલુ જ નહીં, આ વખતે ડેન્ગ્યુ જીવલેણ પણ સાબિત થઇ રહ્યો છે. તો બીજીબાજુ ચિકનગુનીયામાં પણ શારીરિક પીડા-દુઃખાવો લાંબા સમય સુધી રહેવાની ફરિયાદ છે.
ત્યારે મચ્છરથી ફેલાતા ઝીકા વાયરસનો કેસ ગાંધીનગર શહેરમાંથી મળી આવ્યો છે. ગાંધીનગર શહેરના સેક્ટર-૫માં રહેતા વૃદ્ધની તબીયત લથડતા તેમને સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. જે દરમિયાન તબીબોને વૃદ્ધ દર્દીના લક્ષણો અલગ લાગતા તેમણે ઝીકા વાયરસના પરિક્ષણ માટે જરૂરી સેમ્પલ લેવડાવ્યા હતા અને તે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તેના રિપોર્ટના આધારે તમને ઝીકા વાયરસ પોઝિટિવ છે કે નહીં તેનો ખ્યાલ આવશે.જો કે, આ શંકાસ્પદ કેસને લઇને સ્થાનિક તંત્રને જાણ થતા તંત્ર દ્વારા જરૂરી પગલા ભરવામાં આવ્યા છે.

યુગાંડા સહિતના ઘણા દેશોમાં આ ઝીકા વાયરસે અગાઉ હાહાકાર મચાવ્યો હતો જેના પગલે દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં જતા પહેલા જરૂરી રસીકરણ પણ કરાવવામાં આવે છે. મચ્છરથી થતા આ ઝીકા વાયરસના કેસ સમગ્ર દેશમાં ખુબ જ જૂજ છે તે વચ્ચે ગાંધીનગરમાંથી શંકાસ્પદ કેસ મળી આવતા સમગ્ર રાજ્યના આરોગ્ય તંત્રએ આ કેસ અંગે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here