Monday, October 5, 2026
HomeGujaratAhmedabadગાંધીનગર જિલ્લામાં મેઘો મહેરબાન , સૌથી વધુ માણસામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો

ગાંધીનગર જિલ્લામાં મેઘો મહેરબાન , સૌથી વધુ માણસામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચોમાસાની સિઝન આક્રમક બની હોય તે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે. બે દિવસથી જિલ્લામાં મેઘરાજા મહેર કરી રહ્યા છે. ત્યારે આજે (છઠ્ઠી સપ્ટેમ્બર) સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ગાંધીનગરના માણસા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દહેગામમાં 2.83 ઈંચ અને ખેડાના કપડવંજમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા નગરજનોએ પણ રાહત મેળવી છે.ગુરુવારે (પાંચમી સપ્ટેમ્બર) સમગ્ર ગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો અને મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. માણસા પંથકમાં દિવસ દરમિયાન 4 ઈંચ તો દહેગામ તાલુકામાં 15 મિ.મી અને કલોલમાં 19 મિ.મી અને ગાંધીનગર તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.તો ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છવાયો હોય તેવા વાતાવરણ વચ્ચે લોકોએ ઉકળાટમાંથી રાહત મેળવી છે. માણસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સોલૈયા ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા તો શાળામાં પણ પાણી ઘૂસી જતા બાળકોને તકલીફ પડી હતી. આ ઉપરાંત ગામમાંથી પસાર થતાં વાહનો અને ગ્રામજનોને અવરજવર મુશ્કેલ બની હતી. ઈટાદરા ગામમાં પણ ગામની વચ્ચે આવેલ પંચાયત કચેરી, સ્કૂલની સામે પાણી ભરાતા બાળકોના અભ્યાસ પર અસર થઈ હતી.રાજ્ય પર હાલ બે સિસ્ટમ સક્રિય થતા આજે (છઠ્ઠી સપ્ટેમ્બર) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here