Monday, October 5, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં ભરતી અને નોકરીની માગ સાથે કોંગ્રેસ અને આપના ધારાસભ્યો એક થયા,...

ગુજરાતમાં ભરતી અને નોકરીની માગ સાથે કોંગ્રેસ અને આપના ધારાસભ્યો એક થયા, CMને લેખિતમાં રજૂઆત કરી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ભરતી અને નોકરીની માગ સાથે યુવાનો દ્વારા રાજ્યમાં અવારનવાર આંદોલન થતા રહે છે. પરંતુ હવે તો રાજકીય નેતાઓએ પણ ભરતીની માગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એ પણ ફક્ત વિપક્ષના જ નેતાઓ નહીં ભાજપના નેતાઓ પણ તેમા શામેલ છે. ભાજપ, કોંગ્રેસ અને આપના મળીને કુલ 38 જેટલા ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને પત્ર લખ્યા છે. જેમાં ખાસ ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીની જગ્યામાં વધારો કરવા અને કોમ્પ્યુટર આધારિત ભરતી પરીક્ષા (CBRT)નાબૂદ કરવા સત્તા પક્ષ અને વિપક્ષ એક થયા છે. અગાઉ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં મેરીટના મુદ્દે એક અઠવાડિયા સુધી ગાંધીનગરમાં આંદોલન ચાલ્યું હતું. જેમાં સરકાર સાથે ફોરેસ્ટ બીટ ગાર્ડની પરિક્ષાના ઉમેદવારો દ્વારા રૂબરૂ રાજ્ય સરકાર સાથે મંત્રણા કરીને આંદોલનને સ્થગિત કરવામાં આવ્યું હતું. પરંતુ આ આંદોલનને આગળ વધારતા અને ન્યાયની માંગ સાથે ઉમેદવારોએ રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળવાનું અભિયાન ચલાવ્યું.. જેથી આ તમામ ધારાસભ્યો અને સાંસદોએ ઉમેદવારોના પક્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને લેખિતમાં રજૂઆત કરી છે.

આ ધારાસભ્યોએ લેખિત રજૂઆત કરી :
ભાજપના સાંસદ સભ્ય જશુભાઇ રાઠવા અને શોભનાબેન બારૈયા, ધારાસભ્ય પ્રદ્યુમાનસિંહ જાડેજા, કંચનબેન રાદડિયા, કરશન સોલંકી, કલ્પેશ પરમાર, મુકેશ પટેલ, સેજલ પંડયા, જે.વી કાકડિયા સહિતના નેતાઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જ્યારે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય ડો તુષાર ચૌધરી, જીગ્નેશ મેવાણી, અનંત પટેલ, અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ લેખિતમાં રજૂઆત કરી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય હેમંત ખવા, ચૈતર વસાવાઆ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. રજૂઆતમાં એક વાતનો ઉલ્લેખ ખાસ કારાયો છે કે, રાજ્યના ઘણાં વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા છેલ્લે લેવાયેલી ફોરેસ્ટ બીટ ગાર્ડની પરિક્ષા આપી હતી. જે પરિક્ષા CRBT પદ્ધતિથી લેવામાં આવેલ હતી જેમાં ફોરેસ્ટના ઉમેદવારો સાથે અન્યાય થયો છે. ઉમેદવારોની રજૂઆત છે કે CRBT પદ્ધતિથી લેવાયેલી પરીક્ષામાં નોર્મલાઈઝેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. જેના કારણે જે ઉમેદવારોના માર્કસ ઓછા હતાં તેમના વધી ગયા અને જેમના માર્કસ વધારે હતાં તેમના ઘટી ગયા. જેના લીધે ઘણાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવાનો દાવો કરાયો છે. જેથી આ ભરતીની જગ્યામાં વધારો કરવામાં આવે. અને PDF ફોર્મેટમાં તમામ ઉમેદવારોના માર્કસ જાહેર કરવા આવે તેવી માગ કરાઈ છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here