Monday, September 14, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં ફરી વરસાદી ઝાપટાની આગાહી, ભાદરવાના તાપમાંથી મળશે રાહત

ગુજરાતમાં ફરી વરસાદી ઝાપટાની આગાહી, ભાદરવાના તાપમાંથી મળશે રાહત

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ચોમાસાની સિઝનના અંતમાં દેશના અમુક વિસ્તારોમાં વરસાદ સક્રિય છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, ‘રાજ્યમાં હાલ ગરમી પડી રહી છે, ત્યારે 22 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડશે. જેમાં ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.’અંબાલાલ પટેલે કહ્યું છે કે, ‘બંગાળનો ઉપસાગર 22 સપ્ટેમ્બરથી સક્રિય થવાથી 27થી 29 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ધીમી ધારે વરસાદ પડી શકે છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે. જ્યારે 28 સપ્ટેમ્બરે નવી વરસાદી સિસ્ટમ બનવાથી બંગાળમાં વાવાઝોડું સર્જાશે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. નવરાત્રીમાં પણ સિસ્ટમ બનવાથી વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર સહિતના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.’

શરદ પૂનમ બાદ વરસાદી ઝાપટાની શક્યતા :
તેમણે કહ્યું કે, ‘શરદ પૂનમ બાદ પણ વરસાદી ઝાપટા થઈ શકે છે. આ ઉપરાંત, અલ નીનોની અસરથી 3 ડિસેમ્બર પછી ઠંડીની સિઝનની શરુઆત થઈ શકે છે, જેમાં 22 ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધતું જોવા મળશે.’

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here