Thursday, August 27, 2026
HomeGujaratAhmedabadચાંગોદરની કેમિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળતાં નાસભાગ

ચાંગોદરની કેમિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળતાં નાસભાગ

Date:

Related stories

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

ચાંગોદરમાં નીરવ કેમિકલ નામની ફેક્ટરીમાં આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે ઉત્તેજના ફેલાઈ

અમદાવાદ, તા.૨૪
શહેરના ચાંગોદર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કેમીકલ ફેક્ટરીમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. વિકરાળ આગના કારણે સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને આસપાસના ઇન્ડ્‌સ્ટ્રીયલ એકમોમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જા કે, અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનોએ ૧૦ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી જઈને સમયસર આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નહી નોંધાતા સૌકોઇએ રાહતનો દમ લીધો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ચાંગોદર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નીરવ કેમીકલ નામની ફેક્ટરીમાં આજે કોઇક કારણસર રેઝીન કેમીકલનો જથ્થો હતો, તેમાં અચાનક આગ લાગી હતી. કેમીકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં અમદાવાદ ફાયરબ્રિગેડના જવાનો દસથી વધુ ફાયર ફાઇટર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમયસર આગને કાબુમાં લઇ લીધી હતી. જા કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, ચાંગોદર એ વિશાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને ત્યાં છાશવારે આવી આગની ઘટનાઓ બનતી રહે છે, જેથી કયારેક કોઇ મોટી દુર્ઘટના કે હોનારત ના સર્જાય તેની સતત દહેશત બની રહે છે તેવા સંજાગોમાં અગાઉ ચાંગોદર ઇન્ટ્રસ્ટીયલ એસોસીએશન દ્વારા પણ સરકાર અને સંબંધિત સત્તાવાળાઓને આ વિસ્તારમાં ખાસ ફાયરસ્ટેશન ઉભુ કરવા માંગણી કરેલી છે પરંતુ હજુ સુધી તેની પર કોઇ નિર્ણય લેવાયો નથી. સૌથી નોંધનીય વાત એ છે કે, ચાંગોદર ઇન્ટ્રસ્ટીયલ એરિયામાં કોઇ એકમમાં આગ લાગે ત્યારે અમદાવાદ ફાયરબ્રિગેડના જવાનોને અમદાવાદના શહેરી વિસ્તારના ટ્રાફિકમાંથી નીકળીને ત્યાં પહોંચતા ઓછામાં ઓછી ૪૫ મિનિટ લાગે અને તેથી ત્યાં સુધી ઘણી વાર વાત કાબૂ બહાર જતી રહે તેવું પણ જાખમ બની રહે છે ત્યારે સત્તાવાળાઓએ એસોસીએશનની નવા ફાયરસ્ટેશનની દરખાસ્ત પરત્વે તાકીદે નિર્ણય લેવો જાઇએ તેવી પણ સ્થાનિક એકમોમાં આજે ભારે ચર્ચા ચાલી હતી.

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here