Tuesday, October 6, 2026
HomeBusinessVi ફાઉન્ડેશન અને એરિકસ્સને રોબોટ્ત્સવ શરૂ કર્યો : વર્ગખંડની બહાર રોબોટિક્સ શિક્ષણને...

Vi ફાઉન્ડેશન અને એરિકસ્સને રોબોટ્ત્સવ શરૂ કર્યો : વર્ગખંડની બહાર રોબોટિક્સ શિક્ષણને વ્યવહારિક સ્વરૂપ આપ્યું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

એરિકસ્સન સાથે ભાગીદારીમાં રોબોટિક્સ લેબ પ્રોગ્રામ એના ડિજિટલ પ્લેટફોર્મ મારફતે રોબોટિક્સ અને AI એક્સપ્લોર કરવાની તક ભારતભરના વિદ્યાર્થીઓને આપે છે
વોડાફાન આઇડિયાની CSR શાખા Vi ફાઉન્ડેશન એ એરિક્સસન સાથે ભાગીદારીમાં રોબોટ્ત્સ્વ – ટેકનોલૉજીનો તહેવારની જાહેરાત કરી છે. આ સ્કૂલો વચ્ચે રોબોટિક્સનું એક એવું પ્લેટફૉર્મ છે, જેને યુવાન વિદ્યાર્થીઓમાં ઇનોવેશન, રચનાત્મકતા અને STEM પ્રત્યે ઝૂનન પેદા કરવા માટે બનાવ્યું છે. રોબોટિક્સ લેબ પ્રોગ્રામ અંતર્ગત રોબોટ્ત્સ્વની વેબસાઇટ (https://robotsav.org/) ને આજે અમારા નૉલેજ પાર્ટનર મોઇની ફાઉન્ડેશનના સહયોગથી લૉંચ કરી છે. આ પહેલનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને રોબોટિક્સ, 3D પ્રિન્ટિંગ, પ્રોગ્રામિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને જનરેટિવ AIનો વ્યવહારિક અનુભવ આપવાનો છે. ઑનલાઇન અને ઑફલાઇન શીખવાના અનુભવો, સ્પર્ધાઓ અને મળીને થતી પ્રવૃત્તિઓ માટે રોબોટ્ત્સ્વ વિદ્યાર્થીઓને રસપ્રદ રીતોથી રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયાનો પરિચય કરાવે છે.

રોબોટ્ત્સવ વેબસાઇટ પર સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ ક્વિઝ અને નિબંધલેખન જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે છે, બ્લૉગ વાંચી શકે છે અને રોબોટિક્સ, AI અને અન્ય નવી ટેકનોલૉજીઓ વિશે પોતાની સમજણ વધારવા ખાસ રીતે પસંદ કરેલા લર્નિંગ સંસાધનો જોઈ શકે છે. એક ઓપન ડિજિટલ પ્લેટફૉર્મ તરીકે બનાવેલી આ વેબસાઇટ વિદ્યાર્થીઓને પોતાની ઝડપથી શીખવા, જોડવાની અને પોતાની કુશળતાઓ વધારવાની તક આપે છે. રોબોટ્ત્સ્વ અંતર્ગત ઑફલાઇન સ્પર્ધાઓ આગામી મહિનાઓમાં શરૂ થશે, જેથી વિદ્યાર્થીઓને પોતાની કુશળતા દેખાડવાની અને સાથીદારો સાથે મળીને કામ કરવાની તક મળશે.

આ પહેલ પર વોડાફોન આઇડિયા અને Vi ફાઉન્ડેશનના ચીફ રેગ્યુલેટરી એન્ડ કૉર્પોરેટ અફેર્સ ઑફિસર અમ્બિકા ખુરાનાએ કહ્યું હતું, “રોબોટ્ત્સ્વ એ અનેક પહેલોમાંથી એક છે, જે યુવાન વિદ્યાર્થીઓ માટે રોબોટિક્સ અને AIનો અભ્યાસ વધારે રસપ્રદ અને સરળતાપર્વક કરવા મોટા ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાનમાં યોગદાન આપે છે. રોબોટિક્સ લેબ પ્રોગ્રામ મારફતે અમે જોયું છે કે, કેવી રીતે નવી ટેકનોલૉજીનો વ્યવહારિક અનુભવ વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, રચનાત્મકતા અને આત્મવિશ્વાસ પેદા કરી શકે છે. રોબોટ્ત્સ્વ વેબસાઇટ આ પ્રયાસને આગળ વધારે છે અને એક એવું પ્લેટફૉર્મ આપે છે, જ્યાં દેશભરના વિદ્યાર્થીઓ શીખી શકે છે, સ્પર્ધા કરી શકે છે અને ટેકનોલૉજીની સતત બદલાતી દુનિયાને એક્સપ્લોર કરી શકે છે. અમારો ઉદ્દેશ મહત્તમ યુવાનોને ઇનોવેશન કરવા અને STEM પ્રત્યે પોતાના ઝનૂનને આગળ વધારવા પ્રેરિત કરવાનો છે.”

એરિકસ્સન ઇન્ડિયાના સસ્ટેનેબિલિટી અને કૉર્પોરેટ રિસ્પોન્સિબિલિટી હેડ સહર્ષ સિમોન ડેવિડે કહ્યું હતું, “રોબોટ્ત્સવ એક રોમાંચક પ્લેટફૉર્મ છે, જે વિદ્યાર્થીઓને એક્સપ્લોર કરવા, ઇનોવેશન કરવા અને રચનાત્મક રીતોથી ટેકનોલૉજીનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપે છે. યુવાનોને શીખવાની શરૂઆતમાં જ રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પરિચય કરાવીને અમે જિજ્ઞાસાવૃત્તિને વધારવા, સમસ્યાનું સમાધાન કરવાની ક્ષમતાઓ મજબૂત કરવા અને ઇનોવેટરોની આગામી પેઢીને પ્રેરિત કરવાની આશા રાખીએ છીએ. Vi ફાઉન્ડેશનની સાથે અમારી ભાગીદારી સંપૂર્ણ ભારતીય વિદ્યાર્થીઓ માટે ટેકનોલૉજીને વધારે સાર્થક અને સુલભ બનાવવાની અમારી સહિયારી કટિબદ્ધતા દર્શાવે છે.”

તમામ સાત રાજ્યોમાં કાર્યરત 20 રોબોટિક્સ લેબ મારફતે રોબોટિક્સ લેબ પ્રોગ્રામે દેશના આશરે 10,000 વિદ્યાર્થીઓ પર સકારાત્મક અસર કરી છે. રોબોટ્ત્સ્વ વેબસાઇટ મારફતે Vi ફાઉન્ડેશન અને એરિકસ્સનનો ઉદ્દેશ એ અસરને વધારવાનો અને સાથે સાથે ભારતીય ટેકનોલૉજી ઇનોવેટરોની આગામી પેઢીને તૈયાર કરવાનો છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here