જમ્મુ કાશ્મીર : ત્રાસવાદ સામે નિર્ણાયક કાર્યવાહી

0
36

શ્રીનગર,તા. ૭
જમ્મુકાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ હવે રાજ્યમાં સંપૂર્ણ શાંતિ સ્થાપિત કરવાની દિશામાં પણ જારદાર પહેલ કરવામાં આવી રહી છે. ત્રાસવાદીઓ જે વિસ્તારમાં વધારે સક્રિય રહ્યા છે ત્યાં તેમની સામે જારદાર કાર્યવાહી ચાલી રહી છે. તેમને શોધી શોધીને મોતને ઘાટ ઉતારી દેવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહી હજુ જારી રહી શકે છે. ત્રાસવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટના કારણે સેંકડો ત્રાસવાદીઓ માર્યા ગયા છે. તેમની કમર તોડી પાડવામાં આવી છે. જા કે છેલ્લા હેવાલ મુજબ હજુ પણ મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ સક્રિય છે. હંદવાડાના ઉનીસમાં ગઇકાલે મોડી રાત્રે ભીષણ અથડામણ થઇ હતી. જેમાં ત્રણ ખુંખાર ત્રાસવાદીઓ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા હતા. અથડામણ દરમિયાન એક નાગરિકનુ પણ મોત થયુ હતુ. અથડામણ શરૂ થયા બાદ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ગયા શનિવારના દિવસે પણ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જા કે એ વખતે ત્રાસવાદીઓ ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર ગોળીબાર કરીને ત્રાસવાદીઓને ભારતીય ક્ષેત્રમાં ઘુસાડી દેવાના પ્રયાસ સતત કરવામાં આવી રહ્યા છે. જા કે હાલમાં ભારતીય સેનાના સફળ ઓપરેશન અને અન્ય સુરક્ષા સંસ્થાઓ વચ્ચે સારા સંકલનના કારણે ત્રાસવાદીઓ તેમના ઓપરેશનમાં સફળ સાબિત થઇ રહ્યા નથી. ભારતીય સેનાએ હાલમાં જ ઓપરેશન ઓલ આઉટ હાથ ધરીને ૨૦૦થી પણ વધુ ત્રાસવાદીઓને ઠાર કરી દીધા છે. પાકિસ્તાની સેના વારંવાર ગોળીબાર કરીને તેના છત્ર હેઠળ ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડી દેવાના પ્રયાસ કરે છે. જમ્મુ કાશ્મીરમાં સેનાએ હાલમાં ત્રાસવાદીઓની સામે મોરચા ખોલી દીધા છે. છેલ્લા દિવસોમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા છે. કેટલાક ત્રાસવાદીઓને જીવતા પકડી લેવામાં આવ્યા છે.