જાન્યુઆરીના મુક્ત વેચાણ માટે ૨૦ લાખ ટન ખાંડ છૂટી કરાઈ

0
14
આજે નાકા ડિલિવરી ધોરણે પણ ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. દરમિયાન આજે સરકારે આગામી જાન્યુઆરી મહિનાના મુક્ત વેચાણ માટે ૨૦ લાખ ટન ખાંડ છૂટી કરી હતી
આજે નાકા ડિલિવરી ધોરણે પણ ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. દરમિયાન આજે સરકારે આગામી જાન્યુઆરી મહિનાના મુક્ત વેચાણ માટે ૨૦ લાખ ટન ખાંડ છૂટી કરી હતી

નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી જળવાઈ રહી હતી. તેમ છતાં સ્મોલ ગ્રેડની ખાંડમાં અમુક માલની ગુણવત્તા નબળી આવી હોવાથી હાજર ભાવમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે પણ ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. દરમિયાન આજે સરકારે આગામી જાન્યુઆરી મહિનાના મુક્ત વેચાણ માટે ૨૦ લાખ ટન ખાંડ છૂટી કરી હતી અને જૂના બાકી રહેલા ક્વૉટાનું એક્સ્ટેન્શન ન આપ્યું હોવાના અહેવાલ હતા.

સૂત્રોના જણાવ્યાનુસાર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ક્વૉટા પર્યાપ્ત છે અને આગામી થોડા દિવસોમાં ભાવમાં મક્કમથી સુધારાતરફી વલણ રહે તેવી શક્યતા છે. દરમિયાન આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે રિટેલ સ્તરની ખપપૂરતી લેવાલી તેમ જ સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહેતાં ઉપાડ અંદાજે ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. તેમ જ હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ ઘટીને રૂ. ૩૧૬૨થી ૩૨૨૨માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૨૦૨થી ૩૪૪૨માં ટકેલા ધોરણે થયા હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર અનુક્રમે ક્વિન્ટલે રૂ. ૩૧૨૦થી ૩૧૯૦માં અને રૂ. ૩૧૬૦થી ૩૨૪૦માં ટકેલા ધોરણે થયા હતા. તેમ જ આજે મિલો પર સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડર ક્વિન્ટલે રૂ. ૩૦૦૦થી ૩૦૫૦માં તથા મિડિયમ ગ્રેડની ખાંડના ટેન્ડર રૂ. ૩૧૦૦થી ૩૧૫૦ આસપાસના મથાળે જવાની ધારણા સૂત્રો મૂકી રહ્યા હતા.