રાજ્યમાં જાન્યુઆરી ૩૧ સુધી લૉકડાઉન લંબાવ્યું

0
133
આ ઉપરાતં રાજ્યના ઘણાં ભાગોમાં નવમાથી બારમા ધોરણ સુધીની શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે. જોકે મુંબઈની તમામ સ્કૂલો ૧૫ જાન્યુઆરી સુધી બંધ રહેશે
આ ઉપરાતં રાજ્યના ઘણાં ભાગોમાં નવમાથી બારમા ધોરણ સુધીની શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે. જોકે મુંબઈની તમામ સ્કૂલો ૧૫ જાન્યુઆરી સુધી બંધ રહેશે

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં લૉકડાઉનની સમયમર્યાદા ૩૧ જાન્યુઆરી સુધીની કરી છે. જોકે મિશન બિગીન અગેઈન હેઠળ મળતી તમામ છૂટછાટ યથાવત્ રહેશે, તેવી સ્પષ્ટતા સરકારે કરી હતી. સરકારે જાહેર કરેલા પરિપત્ર અનુસાર હજુ રાજ્યમાં કોરોનાની મહામારીનું સંકટ છે આથી અમુક તકેદારીના ભાગરૂપે લૉકડાઉન ૩૧ જાન્યઆરી સુધી લંબાવવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લાં અમુક મહિનાઓથી રાજ્ય સરકાર આર્થિક પ્રવૃત્તિઓમાં છૂટ આપી રહી છે. દિવાળી બાદ સરકારે ધાર્મિક સ્થળો ખોલવાની પણ પરવાનગી આપી હતી. આ ઉપરાતં રાજ્યના ઘણાં ભાગોમાં નવમાથી બારમા ધોરણ સુધીની શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે. જોકે મુંબઈની તમામ સ્કૂલો ૧૫ જાન્યુઆરી સુધી બંધ રહેશે, તેવી સ્પષ્ટતા પાલિકાએ મંગળવારે કરી હતી. રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં છે, પરંતુ બ્રિટનમાં નવા કોરોનાના દરદીઓ નોંધાયા બાદ સરકાર ફરી સતર્ક બની ગઈ હતી. ભારતમાં પણ આ નવા વાયરસના વીસ કેસ નોંધાયા છે. જોકે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી એક પણ કેસ નવા કોરોના સ્ટ્રેનનો નોંધાયો ન હોવાનું આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું, પરંતુ સરકાર સતર્ક છે અને તમામ કાળજી લઈ રહી છે. સરકારે માસ્કને આગામી છ મહિના સુધી ફરજિયાત બનાવ્યા છે તેમ જ ૩૧ ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીની ઉજવણી દરમિયાન ભીડ એકત્ર ન થાય તેની તમામ વ્યવસ્થા સરકાર કરી રહી છે.