ટાટા સ્ટારબક્સ આ વર્ષે ૩૦થી વધુ સ્ટોર્સ ખોલશે

0
23

અમદાવાદ, તા.૭
ટાટા સ્ટારબક્સ પ્રાઇવેટ લિમીટેડે ગુજરાતમાં અમદાવાદ ખાતે ત્રણ અને સુરતમાં બે સ્ટોર્સના ઓપનીંગ સાથે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. એક જ રાજ્યમાં એક સાથે પાંચ સ્ટોર્સની શરૂઆત થઇ હોય તેવું ગુજરાત પહેલું રાજ્ય છે. અમદાવાદમાં પ્રહલાદનગર ખાતેના ટાટા સ્ટારબક્સના રાજયના સૌપ્રથમ સ્ટોરના ઉદ્‌ઘાટન પ્રસંગે ખાસ હાજર રહેલા સીઇઓ નવીન ગુર્નાનેયે જણાવ્યું હતું કે, અમે વર્ષ ૨૦૧૮-૧૯માં ૩૦ સ્ટોર્સ શરુ કર્યા હતા અને હવે ૨૦૧૯-૨૦માં કંપની તેના કરતા વધુ સ્ટોર્સ શરુ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે અને આ વિસ્તરણ યોજનામાં ગુજરાતના અન્ય શહેરો પણ સામેલ છે. ગુર્નાનેયે એમ પણ જણાવ્યું હતું કે, કંપની રાજ્યમાં અન્ય શહેરોના ડેવલપર્સ સાથે વાતો કરી રહી છે અને ટૂંક સમયમાં તેના પરિણામ આવી શકે છે. કાફે બિઝનેસમાં ઓપરેશનલ કોસ્ટ એક મોટો પડકાર છે. આ અંગે બોલતા નવીન ગુર્નાનેયે કહ્યું કે, એ સાચું છે કે ઓપરેશનલ કોસ્ટ એક પ્રશ્ન હોઈ શકે છે પરંતુ અમારા માટે આ બાબતે કોઈ મુશ્કેલી નથી. શહેરમાં પ્રહલાદનગર ઉપરાંત વ†ાપુરના અમદાવાદ વન મોલ અને બોડકદેવના યુનિઝા ખાતે પણ આવતીકાલથી ટાટા સ્કારબક્સના સ્ટોર શરૂ થઇ જશે. જયારે સુરતમાં બે સ્ટોર મળી ગુજરાતમાં એકસાથે પાંચ સ્ટોરનો પ્રારંભ થશે. આ સ્ટોર ગ્રાહકોને સ્ટારબક્સ ઓફરિંગ્સનો બહોળી રેન્જ ઓફર કરશે, જેમાં સ્ટારબક્સિં સિગ્નેચર એસપ્રેસો આધારિત પીણાઓ જેમ કે કેપ્યુસિનોસ, અમેરિકાનોસ, લેટ્‌સ અને ભારતીય અને આંતરરાષ્ટ્રીય ફેવરાઇટ્‌સ ધરાવતા દરેક નવા ફૂડ મેનુનો સમાવેશ થાય છે. સ્ટોર્સ સ્ટારબક્સિં નાઇટ્રો કોલ્ડ બ્રુ પણ પીરસશે, જે કોફી ઇનોવેશન્સમાં અદ્યતન સિરીઝ છે અને બરિસ્ટા કલા અને ઉચ્ચ ગુણવત્તાવાળી કોફી પર ભાર મુકે છે. તે દરેક સમયના લોકપ્રિય જેમ કે કાફે મોચા, જાવા ચિપ ફ્રેપ્પુસિનો, સિગ્નેચર હોટ ચોકોલેટ અને કેરામેલ મેછીઅટો પણ ઓફર કરશે. અનેક રેન્જની ટીવાનાન ચા કે જેમાં સ્ટારબક્સની સિગ્નેચર ટી ઇનોવેશન- ઇન્ડિયા સ્પાઇસ મેજેસ્ટી બ્લેન્ડ, પણ જે લોકો આધુનિક અને પુનઃકલ્પિત ચાનો અનુભવ કરવા માગે છે તે ઉપલબ્ધ રહેશે.
સીઇઓ નવીન ગુર્નાનેયે જણાવ્યું હતું કે, પાછલા અમુક વર્ષોમાં અમારો રેવન્યુ ગ્રોથ ૩૨-૩૩ ટકા ના સ્તરે જળવાઈ રહ્યો છે અને અમને આશા છે કે આ નાણાકીય વર્ષમાં પણ અમે આ વૃદ્ધિ મેળવી શકીશું. કંપનીની રેવન્યુ ગત વર્ષે રૂ. ૪૪૨ કરોડ હતી. દેશભરમાં ૧૦ શહેરોમાં અમારા ૧૫૭ સ્ટોર્સમાં સાપ્તાહિક ધોરણે ૨.૭૦ લાખ લોકો મુલાકાત લે છે અને ગ્લોબલી અમારા ૩૦ હજાર સ્ટોર્સ છે જેમાં દર સપ્તાહે ૬.૫ કરોડ લોકો આવે છે. ગુજરાતમાં સ્ટોર્સની ડિઝાઈનમાં સ્થાનિક સંસ્કૃતિની જલક દર્શાવવામાં આવી છે.