ઉના પાસે ગામમાં દિપડાનો મહિલા ઉપર હિંસક હુમલો

0
19

અમદાવાદ, તા.૭
હિંસક પ્રાણીઓ દ્વારા વસતીવાળા વિસ્તારમાં ઘુસી જઇને હુમલા કરવાના બનાવો હાલના સમયમાં વધ્યા છે. આને રોકવા માટે વિવિધ પગલા લેવાયા હોવા છતાં આ પ્રકારના પગલાઓ બનવાનો દોર જારી રહ્યો છે. હવે ઉનાના ઉમેજ ગામે ઝુંપડપટ્ટીમાં સૂઇ રહેલા એક ગરીબ પરિવાર પૈકી મહિલા પર જંગલ વિસ્તારમાંથી આવી ગયેલા દિપડાએ અચાનક જ હુમલો બોલી દીધો હતો. જેમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી, તેથી તેને તાત્કાલિક ઉનાની ખાનગી હોÂસ્પટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જા કે દિપડા દ્વારા ગરીબ મહિલા પર હુમલાના બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સ્થાનિક ગ્રામજનોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક વનવિભાગની ટીમ અને અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને દિપડાને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ઉનાના ઉમેજ ગામ ખાતેના સીમ વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટીમાં એક ગરીબ પરિવાર સૂઇ રહ્યો હતો ત્યારે દિપડાએ એક મહિલા પર અચાનક હુમલો કરી શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. દિપડાના ુહુમલાના કારણે મહિલા અને પરિવારજનો ગભરાઇ ગયા હતા અને ચીસાચીસ અને બૂમરાણ મચાવી મૂકી હતી, જેના કારણે દિપડો ગભરાઇને ભાગી ગયો હતો.
જા કે, દિપડા દ્વારા કરાયેલા હુમલામાં ગરીબ મહિલા ગંભીર ઇજા પામતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી હતી.