Thursday, August 27, 2026
HomeGujaratAhmedabadટિકટોક વિડિયો તપાસ કરનાર મંજીતાનો પણ વિડિયો વાયરલ

ટિકટોક વિડિયો તપાસ કરનાર મંજીતાનો પણ વિડિયો વાયરલ

Date:

Related stories

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

અમદાવાદ, તા.૨૬
મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન ટિકટોક વીડિયો બનાવ્યો જેના કારણે જિલ્લા પોલીસ વડા દ્વારા શિક્ષાત્મક પગલાના ભાગરૂપે સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. મહેસાણા જિલ્લા પોલીસવડાએ અર્પિતાના ગેરશિસ્ત અને નૈતિકતાના મુદ્દે સસ્પેન્ડ કરી દીધી હતી. આ સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી મંજીતા વણઝારાને સોંપવામાં આવી છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે , હવે ખુદ તપાસ અધિકારી મંજીતા વણઝારાનો જ ટિકટોક પરનો વીડિયો બહાર આવ્યો છે. અલબત્ત આ વીડિયો તેમણે ફરજ પર કે વર્દી પહેરીને નથી બનાવ્યો, પરંતુ ટિકટોક વીડિયો જરૂર છે. ડીવાયએસપી મંજીતા વણઝારાએ એક પંજાબી ગીત પર પોતાનો ટિકટોક વીડિયો બનાવ્યો છે. આ ગીતમાં તેઓ ડાન્સ નથી કરી રહ્યા પરંતુ હાથ વડે ડાન્સની છટા દર્શાવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, જેમને અન્ય પોલીસ કર્મી દ્વારા ટિકટોક પર ડાન્સનો વીડિયો મૂકવાના પ્રકરણમાં તપાસ સોંપાઈ છે તે ડીવાયએસપી મંજીતા વણઝારાનો જ હવે ટિકટોક પર વીડિયો ફરતો થયો છે. ટિકટોક વીડિયો વાયરલ થવાની ઘટનાઓમાં પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થઇ ચૂક્યા છે, ત્યારે વડોદરાના પીએસઆઇ અરૂણ મિશ્રાનો ફિલ્મી ગીત ગાતો વીડિયો વાયરલ થયો છે. અરૂણ મિશ્રા ડીસીબીની ચાંપાનેર દરવાજા ખાતે આવેલી ઓફિસમાં ફરજ બજાવે છે. પીએસઆઇના વાયરલ થયેલો ટિકટોક વીડિયો વડોદરા શહેર પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. ડીસીપી ક્રાઇમ બ્રાંચ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાથે ચર્ચા વિચારણા કર્યાં અરૂણ મિશ્રા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. દરમ્યાન રાજકોટમાં પણ સામે આવેલા એક નવા ટીકટોકમાં વીડિયો બનાવવા માટે હવે સરકારી ગાડી એટલે કે પોલીસની જીપનો ઉપયોગ થઇ રહ્યો છે. રાજકોટના એ ડિવીઝન પોલીસ સ્ટેશનની જીજે ૦૩ જીએ ૧૩૦૪ નંબરની ગાડીનો ટીકટોકનો વીડિયો બનાવવામાં ઉપયોગ થયાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં યુવાન પોલીસની ગાડીના બોનેટ પર સ્ટાઇલથી બેઠો છે. તેમજ ચશ્મા પહેરી એક્ટિંગ કરતો નજરે પડે છે. રાજકોટ પોલીસ કમિશરે આ સમગ્ર મામલામાં તપાસના આદેશો જારી કરી દીધા છે.

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here