Saturday, September 26, 2026
HomeGujaratAhmedabadનલિયા સામૂહિક રેપ કેસમાં કોઇને છોડાશે નહીં : જાડેજા

નલિયા સામૂહિક રેપ કેસમાં કોઇને છોડાશે નહીં : જાડેજા

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

અમદાવાદ, તા.૨૬
કચ્છ જિલ્લાના નલિયામાં એક યુવતી ઉપર ઓગસ્ટ-૨૦૧૫થી નવેમ્બર-૨૦૧૬ દરમિયાન સામૂહિક દુષ્કર્મ આચરવાના ચકચારભર્યા પ્રકરણમાં સરકાર દ્વારા આ કેસનો તપાસ રિપોર્ટ આખરે આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. જા કે, તેમાં નલિયાકાંડમાં દુષ્કર્મ અંગે કોઇ પુરાવા જ નહી મળ્યા હોવાના ચોંકાવનારા ખુલાસો કરાતાં સમગ્ર કાંડ પર ઠંડુ પાણી રેડી દેવાયું હોવાની વાત વિપક્ષ કોંગ્રેસે ઉચ્ચારી હતી. નલિયાકાંડમાં ભાજપના જ સ્થાનિક નેતાઓ અને આગેવાનોની પણ સંડોવણી જે તે વખતે સામે આવી હતી અને તેના કારણે સમગ્ર ગુજરાતમાં નલિયા સેક્સકાંડના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. બાદમાં, નલિયાકાંડની તપાસ માટે જસ્ટિસ એ. એલ. દવેના અધ્યક્ષ પદે તપાસ પંચ બનાવવામાં આવ્યું હતું. તપાસ પંચનો રિપોર્ટ આજે ગુજરાત વિધાનસભામાં મૂકવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં એ.એલ.દવે કમિશનને રાજ્યમાં ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે ભલામણો કરવામાં આવી છે. જ્યારે તપાસ અહેવાલ પ્રમાણે દુષ્કર્મની ઘટના બની હોવા અંગે કોઈ સાહિત્ય મળ્યું ન હોવાની નોંધ કરવામાં આવી છે. તપાસ પંચના અહેવાલ મુજબ, ઓગષ્ટ-૨૦૧૫ થી નવેમ્બર-૨૦૧૬ દરમ્યાન કચ્છ જિલ્લાની યુવતી ઉપર બળાત્કારની ઘટના બન્યા અંગેનું કોઈ સાહિત્ય કે વિગતો ઉપલબ્ધ થઈ નથી. આ બનાવ અંગેની વિગતો ઉપલબ્ધ ન હોવાથી પોલીસ અથવા અન્ય સત્તાવાળા કે કોઈ વ્યક્તિઓની ક્ષતિ થયાનું ફલિત થતું નથી. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નલિયા ખાતે બનેલા સામૂહિક બનાવ સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી સંવેદનશીલ સરકારે ઘટનાને પ્રથમ દિવસથી સંવદેનાથી લીધી હતી. ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં લઇ ભોગ બનનાર પીડિતાને યોગ્ય ન્યાય મળે તે માટે તરત જ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એએલ દવેના અધ્યક્ષપદે તપાસ પંચની રચના કરીને તપાસના આદેશ આપ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઘટનાની પણ યોગ્ય તપાસ નિયમ અનુસાર કરવામાં આવી છે તેમાં કોઇ અધિકારીઓએ પોલીસ વિભાગ દ્વારા તપાસમાં કોઇ ચુક ન થઇ હોવાના સ્પષ્ટ નિર્દેશ તપાસ પંચે આપ્યા છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here