Sunday, October 4, 2026
Homenationalટ્રેન નીચે કપાયેલા પગને જાતે ઉઠાવીને પ્લેટફોર્મ પર ચડ્યો, લોકો બનાવતા રહ્યા...

ટ્રેન નીચે કપાયેલા પગને જાતે ઉઠાવીને પ્લેટફોર્મ પર ચડ્યો, લોકો બનાવતા રહ્યા વીડિયો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

હરિયાણાના ભિવાની રેલવે સ્ટેશન પર માનવતાના ચિંથરા ઉડાવતો એક મામલો સામે આવ્યો છે. રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતા સમયે પગ લપસવાથી એક વ્યક્તિનો પગ કપાઈ ગયો. તે પછી પણ તેણે હિંમત ન હારી અને કપાયેલા પગને જાતે જ ઉઠાવીને પ્લેટફોર્મ રાખ્યો અને પછી જાતે જ પ્લેટફોર્મ પર ચડ્યો. ત્યાં ઊભેલા લોકો પ્રેક્ષક બનીને જોતા રહ્યા અને આ ઘટનાનો વીડિયો બનાવતા રહ્યા, પરંતુ કોઈએ તેની મદદ ન કરી.જોકે, આ ઘટના 17 જૂનની છે. પરંતુ, આ ઘટનાનો વીડિયો હવે વાયરલ થયો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, રેલવે સ્ટેશન પર રહેલા પોલીસ કર્મીઓએ પણ એ શખસની મદદ ન કરી. પોલીસ કર્મી પ્લેટફોર્મ પર ઊભા રહી માત્ર તેનો હાથ ખેંચતા નજર આવ્યા.જાણવા મળ્યા મુજબ, 17 જૂને ભિવાનીના જૈન ચૌકમાં હેતા કૃષ્ણકુમાર પત્ની સાથે તેમના સંબંધીના હાલચાલ પૂછવા હિસાર જઈ રહ્યા હતા. તેમના સંબંધી એક અકસ્માતમાં ઘાયલ થઈ ગયા હતા. રેલવે સ્ટેશન પર પત્નીને ટ્રેનમાં બેસાડી તેઓ પાણી લેવા ગયા. આ દરમિયાન ટ્રેન ચાલવા લાગી તો તે દોડીને ટ્રેનમાં બેસવા જઈ રહ્યા હતા ત્યારે પગ લપસતા તે ટ્રેક પર પડી ગયા અને તેમનો એક પગ કપાઈ ગયોતે પછી તેઓ મદદ માટે રાહ જોતા રહ્યા. પરંતુ ત્યાં ઊભેલા લોકો મદદ કરવાને બદલે વીડિયો બનાવતા રહ્યા તો તેમણે જાતે જ હિંમત કરી પોતાનો કપાયેલો પગ પ્લેટફોર્મ પર રાખ્યો અને પછી પોતે એક પગના સહારે ઊભા થઈ પ્લેટફોર્મ પર ચડી ગયા.કૃષ્ણકુમારને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે. આ મામલે જીઆરપી ભિવાનીમાં તૈનાત એએસઆઈ રાજબીર સિંહે કહ્યું કે, લોકો તેમની મદદ કરવાને બદલે તેનો વીડિયો બનાવતા રહ્યા, જે શરમજનક છે. તેમણે એ વાતને ખોટી જણાવી કે પોલીસે તેમની મદદ ન કરી. તેમણે કહ્યું કે, પોલીસને જાણકારી મળ્યા બાદ તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories