ડાંગ જિલ્લામાં ૧૮ કરોડના વિકાસકીય કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

0
18
ડાંગ જિલ્લામાં ૧૮ કરોડના વિકાસકીય કામોનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન આદિજાતિ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું.
ડાંગ જિલ્લામાં ૧૮ કરોડના વિકાસકીય કામોનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન આદિજાતિ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું.

ડાંગ: છેવાડાના સરહદી વિસ્તાર ડાંગ જિલ્લામાં 18 કરોડના વિકાસકામો તથા અંતરિયાળ માર્ગોના ખાતમુહૂર્ત, ભૂમિ પૂજન અને લોકાર્પણના શ્રેણી બદ્ધ કાર્યક્રમો યોજાયા હતા. આદિજાતિ વિકાસ અને કેબિનેટ મંત્રી ગણપત વસાવાના હસ્તે વિવિધ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. અલગ અલગ સ્થળોએ બી.એસ.એન.એલ ટાવર ઉભા કરવા, અંતરિયાળ ગામોના રસ્તાનું નવીનીકરણ અને ખાતમુહૂર્ત, ઈક્કો ટુરિઝમ સર્કિટના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ આદિવાસી સમાજની માંગણી મુજબ જંગલ જમીનના સનદ અધિકાર પત્રો  તેમજ માલિકીના ઝાડના 1 કરોડ 13 લાખના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે ડાંગ જિલ્લાના ધવલિદોડ ગામે ધવલીદોડ ફાટક થી પીપલાઈદેવી, પોળસમાળ, કાકાળવીહીર, લવચાલીના માર્ગોના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન આદિજાતિ મંત્રી ગણપત વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ કે.સી પટેલ, અશોકભાઈ ધોરાજીયા, બીજેપી પ્રમુખ દશરથ પવાર, વનવિભાગના ડી.એફ.ઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.