મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકાર દ્વારા મકરસંક્રાંતિ અંતર્ગત ચાલી રહેલ કરુણા અભિયાન

0
14
દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ તેમજ પશુઓને સારવાર મળે તે હેતુથી આ અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ડુમરાલ ગામે પશુ દવાખાનું ચાલે છે
દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ તેમજ પશુઓને સારવાર મળે તે હેતુથી આ અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ડુમરાલ ગામે પશુ દવાખાનું ચાલે છે

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકાર દ્વારા મકરસંક્રાંતિ અંતર્ગત કરુણા અભિયાન ચાલી રહ્યું છે. જેમાં દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ તેમજ પશુઓને  સારવાર મળે તે હેતુથી આ અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ડુમરાલ ગામે પશુ દવાખાનું ચાલે છે. આ દવાખાનામા  બે એમ્બ્યુલન્સ વાન કરુણા અભિયાન માટે મૂકવામાં આવી છે. જેનો હેલ્પલાઇન નંબર 1962 છે જેની પર સ્વૈચ્છિક સંગઠનો દ્વારા કે કોઇપણ વ્યક્તિ દ્વારા પશુ કે પક્ષી ઘાયલ થયેલા હોય તે અંતર્ગત ફોન કરી ને મદદ મેળવી શકે છે.
ઘાયલ પશુ પક્ષીને એમ્બ્યુલન્સ વાનમાં જ પ્રાથમિક સારવાર મળી રહે તેવી ગોઠવણ કરવામાં આવેલ છે. અને જરૂર પડે પશુ દવાખાનામાં લાવવામાં આવે છે. જ્યાં તેમનો ઈલાજ પશુના ડોક્ટર દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ તેને વન ખાતાને સોંપવામાં આવે છે. 
આ ઉમદા કાર્ય ગુજરાત સરકાર અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આજે કોરોના અંતર્ગત તેમજ સરકારની ગાઇડલાઇન મુજબ ઓછા પ્રમાણમાં પતંગો ચડવાને કારણે આ વર્ષે પ્રમાણમા ઓછા ઘાયલ પશુ પક્ષી અહીંયા લાવવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત બંને એમ્બ્યુલન્સવાન તેમજ પશુ દવાખાના નો સ્ટાફ તથા ડોક્ટર પૂરેપૂરી તૈયારી સાથે આ સેવા માટે તત્પર રહ્યા છે.