Monday, June 29, 2026
HomeBusinessડુંગળીના વધતા ભાવોને અંકુશમાં લેવા હવે સરકાર મેદાનમાં ઉતરી , ગૃહિણીઓને થશે...

ડુંગળીના વધતા ભાવોને અંકુશમાં લેવા હવે સરકાર મેદાનમાં ઉતરી , ગૃહિણીઓને થશે ફાયદો

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ડુંગળીના વધતા ભાવોને અંકુશમાં લેવા હવે સરકાર મેદાનમાં ઉતરી છે. છેલ્લા એક વર્ષમાં ડુંગળીના ભાવો 50થી 60 ટકા વધ્યા છે. આ ભાવો પર નિયંત્રણ લાદતાં તેમજ ગૃહિણીઓને આર્થિક ટેકો કરતાં કેન્દ્ર સરકારે સસ્તા દરે ડુંગળી વેચવાનું શરૂ કર્યું છે. નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન અને નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેડશન (નાફેડ) દ્વારા દેશના જુદા-જુદા સ્થળોએ સ્પેશિયલ વાન મારફત 35 રૂપિયે કિલોના ભાવે ડુંગળી વેચવામાં આવી રહી છે. હાલ દિલ્હી અને મુંબઈમાં ડુંગળીના વેચાણ શરૂ કરશે. નાફેડ અને એનસીસીએફ સરકારનો 4.7 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક મેનેજ કરી રહી છે. જે તેના સ્ટોર અને મોબાઈલ વાન મારફત દિલ્હી-એનસીઆરના 38 રિટેલ સ્થળો, મુંબઈમાં પરેલ અને મલાડ ખાતે વેચાણ કરશે.

અમદાવાદમાં આગામી સપ્તાહે ડુંગળી વેચાશે :

નાફેડ અને એનસીસીએફની મોબાઈલ વાન ઉપરાંત કેન્દ્રિય ભંડાર અને મધર ડેરીના સફલ આઉટલેટ્સ પરથી રાહત દરે ડુંગળી મળશે. આ પહેલના બીજા તબક્કામાં આગામી સપ્તાહે કોલકાતા, ગુવાહાટી, હૈદરાબાદ, ચેન્નઈ, બેંગ્લુરૂ, અમદાવાદ અને રાયપુર શહેરોને આવરી લેવામાં આવશે. દેશભરમાં સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહથી આ ડુંગળીના વેચાણ શરૂ થશે.ચાલુ કેલેન્ડર વર્ષની શરૂઆતમાં કિલોદીઠ રૂ. 20ના દરે વેચાતી ડુંગળીનો ભાવ આજે રૂ. 60થી 65 થયો છે. સ્થળો અને ગુણવત્તાના આધારે ડુંગળીના ભાવ જુદા-જુદા છે. જેથી ડુંગળીના ભાવમાં રાહત આપતાં કેન્દ્ર સરકારે આ પહેલ શરૂ કરી છે. ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ જાહેરાત કરી હતી કે, સરકાર કિંમતના વલણના આધારે ડુંગળીના વિત્તરણ માટે જથ્થો વધારશે. હાલ સરકાર પાસે 4.7 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક છે. 4 સપ્ટેમ્બરે ડુંગળીની સરેરાશ કિંમત રૂ. 49.21 પ્રતિ કિગ્રા છે, જે વર્ષ પહેલાં રૂ. 33.41 પ્રતિ કિગ્રા સામે 47.39 ટકા વધી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here