Monday, September 14, 2026
Homenationalતાતા ઍર ઈન્ડિયા કંપની ખરીદવા કર્મચારીઓ પણ હોડમાં

તાતા ઍર ઈન્ડિયા કંપની ખરીદવા કર્મચારીઓ પણ હોડમાં

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

નવી દિલ્હી:  સૉલ્ટ (મીઠા)થી લઈને સૉફ્ટવેઅરના બિઝનેસ સાથે સંકળાયેલા ટાટા ગ્રુપે ઍર ઈન્ડિયાનો હિસ્સો ખરીદવાની હોડમાં ઝુકાવ્યું છે.ઍર ઈન્ડિયાના ૨૦૯ કર્મચારીના જૂથે પણ અમેરિકાની એક ખાનગી કંપની સાથે મળીને ઍર ઈન્ડિયાનો પચાસ ટકા હિસ્સો ખરીદવા માટે બોલી લગાડી છે. જો બધું સમુંસૂથરં પાર પડશે તો કોઈ સરકારી કંપનીને કર્મચારીઓએ ખરીદી લીધી હોય તેવું દેશના કૉર્પોરેટ ઈતિહાસમાં પ્રથમ જ વાર બનશે.આર્થિક નુકસાની અને કટોકટીનો સામનો કરી રહેલી ઍર ઈન્ડિયાનો સરકારી હિસ્સો ખરીદવાની પ્રાથમિક હોડમાં તેમણે ઝુકાવ્યું છે. ઍર ઈન્ડિયાના વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટમાં અનેક લોકોએ રસ દેખાડ્યો છે.ડિપાર્ટમેન્ટ ઑફ ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઈપીએએમ)ના સેક્રેટરી તૂહિન કાન્તા પાણ્ડેયે ટ્વિટર પરના સંદેશમાં જણાવ્યું હતું કે ટ્રાન્ઝેક્શન હવે બીજા તબક્કામાંપહોંચશે. જોકે, રાષ્ટ્રીય ઍરલાઈન્સને ખરીદવાની હોડમાં ભાગ લેનાર કંપનીઓની ઓળખ તેમણે છતી નહોતી કરી.સૂત્રોના જણાવ્યાનુસાર ટાટા ગ્રુપની ટાટા સન્સે સોમવારે છેલ્લા દિવસે આ હોડમાં ઝુકાવ્યું હતું.જોકે, ટાટા ગ્રુપે એકલાહાથે કે પછી અન્ય ઍરલાઈન્સ સાથે સંયુક્ત રીતે હોડમાં ઝુકાવ્યું છે તે સ્પષ્ટ થઈ શક્યું નહોતું.સિંગાપોર ઍરલાઈન્સ અને ઍરએશિયા ઈન્ડિયા સાથેની ભાગીદારીમાં ટાટા સન્સ ‘વિસ્તારા’નું સંચાલન કરી રહ્યું છે, પરંતુ ઍરએશિયા ઈન્ડિયા મારફતે તેણે ઍર ઈન્ડિયાની ખરીદીમાં રસ દાખવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.અધિકારીએ કહ્યું હતું કે ટ્રાન્ઝેક્શન ઍડવાઈઝર બીડરોને તેમની બીડ પાત્ર ઠરી છે કે નહિ એ અંગે ૬ જાન્યુઆરીએ જાણ કરશે.પાત્ર ઠરેલા બીડરોને ત્યાર બાદ આર્થિક બીડ મોકલવા જણાવવામાં આવશે.સ્પઈસ જૅટના સંજય સિંહની પણ ઍર ઈન્ડિયા પર નજર છે, પરંતુ આ મામલે કોઈપણ પ્રકારનું નિવેદન કરવાનું સ્થાનિક ઍરલાઈન્સે નકારી કાઢ્યું હતું. કોરોના વાઈરસની મહામારીને પગલે ઍર ઈન્ડિયાનું દેવું અને ચુકવણી કરવાની રકમનો આંક અંદાજે રૂ. ૬૯,૦૦૦ કરોડ જેટલો છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here