તા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર

0
35
Mahatma Gandhi, Father of our Nation, who fought for the freedom of our Nation, was assassinated on 30 January 1948 by Nathuram Godse in the compound of Birla House in New Delhi. On 30 January every year, India mourns as Mahathma Ganndhijis Martyrdom. In 2021 January 30, we remember Bapuji on his 73rd death anniversary as Gandhiji's Martyrs' Day.
Mahatma Gandhi, Father of our Nation, who fought for the freedom of our Nation, was assassinated on 30 January 1948 by Nathuram Godse in the compound of Birla House in New Delhi. On 30 January every year, India mourns as Mahathma Ganndhijis Martyrdom. In 2021 January 30, we remember Bapuji on his 73rd death anniversary as Gandhiji's Martyrs' Day.

૩૦મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે જૂના વાડજ ખાતે ભાઉજી ની ગલીમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિનો વિશેષ કાર્યક્રમ શહીદો પ્રત્યે શ્રદ્ધા-સન્માનની ભાવના જાગૃત થાય તે માટે સહકાર આપવા તંત્રની અપીલ

અમદાવાદ, તા. ૨૯
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં આવતીકાલે તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૧ને શનિવારના રોજ શહીદ દિને સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને માન અર્પણ કરાશે. સમગ્ર રાજ્યમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.

આવતીકાલે શહીદ દિન ના ઉપલક્ષ માં અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ સહિતના અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂના વાડજ ખાતે ભાઉજી ની ગલીમાં હનુમાનજી મંદિર ખાતે સિંધી સમાજ તરફથી અગ્રણી રમેશભાઈ ગીદવાણી અને વિજય કોડવાણીના નેજા હેઠળ વીર શહીદોને શ્રદ્ધાંજલિ નો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સિંધી સમાજ દ્વારા દેશના વીર શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે અને તેમની શૌર્ય ગાથા ને બિરદાવવામાં આવશે. શહીદ દિનના માનમાં આવતીકાલે શનિવાર તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સવારે ૧૦.પ૯ થી ૧૧.૦૦ કલાક સુધી સાયરન વગાડાશે. સાયરન બંધ થાય કે તુરંત જ જયાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળે, જયાં શકય હોય ત્યાં વર્કશોપ, કારખાના અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં આવે તે માટે જાહેર અપીલ કરાઈ છે. તો આકાશવાણી બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શકય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી છે. સાથે સાથે ૧૧.૦૦ વાગે ઉપડતી ટ્રેનો અને વિમાનોને તેમના મથકે બે મિનિટ માટે થોભે તે માટે જોવા પણ વિનંતી કરાઇ છે. મૌનનો સમય પૂરો થયો છે એમ બતાવવા બરાબર ૧૧.૦ર થી ૧૧.૦૩ કલાક સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવું. જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો તમામ સંબંધિત કચેરીઓએ બહાર પાડવાના રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં પણ સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ સચિવાલય, સરકીટ હાઉસ, પ્રેસ, વિધાનસભા-સચિવાલય અને પાટનગર યોજના ભવન ઉપર સાયરનો મુકવામાં આવી છે તે સાયરનો પણ નિર્દિષ્ટ સમયે વગાડવામાં આવશે. શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ આપવા સૌને અપીલ કરવામાં આવી છે.