સુરત શહેરના પાંડેસરાના ભેસ્તાન વિસ્તારમાં એક 13 વર્ષના કિશોરે 12 વર્ષના બાળકની ફટકા મારીને હત્યા કરી નાખી

0
61
અંશુ પણ છેલ્લા મહિનાથી સુરત આવ્યો હતો. તે પોતાના કાકા સાથે વતનમાં જ રહેતો હતોગુરુવારે અંશુ રમવા માટે બહાર ગયા બાદ પરત આવ્યો ન હતો.
અંશુ પણ છેલ્લા મહિનાથી સુરત આવ્યો હતો. તે પોતાના કાકા સાથે વતનમાં જ રહેતો હતોગુરુવારે અંશુ રમવા માટે બહાર ગયા બાદ પરત આવ્યો ન હતો.

સુરત: સુરતમાં બનેલા હત્યાના ચોંકાવનારા બનાવમાં પોલીસે એક 13 વર્ષના બાળકની ધરપકડ કરી છે. 13 વર્ષના સગીર આરોપીએ લાકડાના ફટકા મારીને 12 વર્ષના બાળકની હત્યા કરી નાખી હતી. આ ચોંકાવનારા બનાવમાં 13 વર્ષના તરુણે માથામાં લાકડાના બે ફટકા મારતા 12 વર્ષના બાળકનું મોત થયું હતું. પોલીસે આ મામલે હવે તરુણ આરોપીની ધરપકડ કરીને વધારે તપાસ શરૂ કરી છે. આ બનાવમાં મૃતક બાળકે આરોપીના નાના ભાઈને માર માર્યો હતો અને અપશબ્દો કહ્યા હતા. જે બાદમાં આરોપી 12 વર્ષના તરુણને ઝાડીમાં લઈ ગયો હતો. અહીં તેની હત્યા કરી નાખી હતી.સુરત શહેરના પાંડેસરાના ભેસ્તાન વિસ્તારમાં એક 13 વર્ષના કિશોરે 12 વર્ષના બાળકની ફટકા મારીને હત્યા કરી નાખી હતી. મૃતક અંશુ તેના પિતાનો એકનો એક દીકરો હતો. અંશુના પિતા શ્રીલાલ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના છે. જેઓ સુરતના ભેસ્તાન વિસ્તારમાં સરસ્વતી આવાસમાં રહે છે. અંશુ પણ છેલ્લા મહિનાથી સુરત આવ્યો હતો. તે પોતાના કાકા સાથે વતનમાં જ રહેતો હતોગુરુવારે અંશુ રમવા માટે બહાર ગયા બાદ પરત આવ્યો ન હતો. શોધખોળ કરતા તેનો મૃતદેહ ઝાડીમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી કિશોરનું કહેવું છે કે, અંશુ તેના નાના ભાઈને માર મારતો હતો. આ ઉપરાંત ગાળો પણ આપતો હતો. ગુરુવારે પણ તેણે તેના ભાઈને માર માર્યો હતો. આ બાબતે અંશુને કહેતા તેણે આરોપીને લાકડી મારી હતી. જે બાદમાં તે ઝાડીમાં ભાગી ગયો હતો. આરોપી સગીરે પીડિત બાળકનો પીછો કરીને તેને ઝાડીમાં જ માથાના ભાગે લાકડાના બે ફટકા મારી દીધા હતા.મળતી માહિતી પ્રમાણે સગીર આરોપી ધોરણ-8માં અભ્યાસ કરે છે. પરિવારમાં તેનાથી નાનો ભાઈ અને એક બહેન છે. બીજી તરફ એવી પણ માહિતી મળી છે કે અંશુના પિતાએ તેને ઘરની બહાર ન જવાનું કહ્યું હતું. જોકે, પિતા બહાર ગયા બાદ અંશુ રમવા માટે બહાર નીકળી ગયો હતો. આ દરમિયાન આરોપી અને તેના ભાઈ સાથે ઝઘડો કર્યો હતો. ગુરુવારે સવારના સમયે આરોપીએ અંશુની હત્યા કરી નાખી હતી. જે બાદમાં તપાસ કરતા બપોર બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આટલા સમય સુધી ડુક્કર પીડિતના વાળ અને નાક ખાઈ ગયા હતા.