2010 પછી જ્યારે જ્યારે શુક્રવારે આવ્યો દશેરાનો તહેવાર ત્યારે સર્જાયું મોતનું તાંડવ

0
64
news/NAT-HDLN-after-2010-when-the-dussehra-falls-on-friday-then-the-death-tolls-in-country-gujarati-new
news/NAT-HDLN-after-2010-when-the-dussehra-falls-on-friday-then-the-death-tolls-in-country-gujarati-new

વર્ષ 2014માં પટનાના ગાંધી મેદાનમાં રાવણ દહનના કાર્યક્રમમાં ભાગદોડ થવાના કારણે 33 લોકોના મોત થયા હતાં અને 29 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના ત્યારે થઈ હતી જ્યારે રાવણ દહન પછી લોકો પટનાના ગાંધી મેદાનમાંથી પરત ફરી રહ્યા હતા.પટનાના ગાંદી મેદાનમાં રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. મેદાનમાં આ કાર્યક્રમ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે. ગાંધી મેદાનમાંથી બહાર નીકળતી વખતે અમુક લોકો ઝડપથી ચાલતા હોવાથી ધક્કા મુક્કી થવા લાગી અને ત્યારપછી હોબાળો થતાં વધારે ભાગદોડ થઈ હતી અને તે દરમિયાન આ દુર્ઘટના થઈ હતી.

જાણો 2010થી દશેરાએ કયો વાર આવ્યો?

2010- દશેરા (રવિવાર)
2011- દશેરા (ગુરુવાર)
2012- દશેરા (બુધવાર)
2013- દશેરા (રવિવાર)
2014- દશેરા (શુક્રવાર)- પટનાના ગાંધી મેદાનમાં ભાગદોડ થવાના કારણે 33 લોકોના મોત
2015- દશેરા (ગુરુવાર)
2016- દશેરા (મંગળવારે)
2017- દશેરા (શનિવાર)
2018- દશેરા- (શુક્રવાર)- અમૃતસરમાં ટ્રેન એક્સિડન્ટમાં અંદાજે 70ના મોત

નોંધનીય છે કે, આજે પંજાબમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યા છે. આજે સ્કૂલ-કોલેજ અને ઓફિસમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે.

પંજાબના અમૃતસરમાં દશેરાના દિવસે રાવણ દહન દરમિયાન ટ્રેન નીચે કચડાતાં અંદાજે 70 લોકોના મોત થયા છે. અમૃતસરમાં જોડા ફાટક પાસે થયેલી દુર્ઘટનામાં 142 લોકો ઘાયલ થયા છે અને તેમાં ઘણાં લોકોની સ્થિતિ ગંભીર છે. જોકે દશેરાના દિવસે આ પહેલી એવી દુર્ઘટના નથી જેમાં આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. આ પહેલાં પણ દશેરામાં પટનામાં થયેલી ભાગદોડમાં 33 લોકોના મોત થયા છે. છેલ્લા અમુક વર્ષોમાં દેશરાની તિથિ અને વાર પર ધ્યાન આપીએ તો જણાશે કે, દશેરાનો તહેવાર શુક્રવારે આવે તો તેને શુભ માનવામાં આવતો નથી. કારણ કે પટનાવાળી ઘટના વખતે પણ દશેરા શુક્રવારે હતો અને પંજાબ અમૃતસરની ઘટના પણ શુક્રવારે દશેરાના દિવસે થઈ છે.

દશેરાનું શુક્રવાર કનેક્શન અને દુર્ઘટના

અમૃતસરમાં જે દિવસે આ ટ્રેન દુર્ઘટના થઈ તે દિવસે શુક્રવાર હતો. જ્યારે પટનામાં વર્ષ 2014માં દુર્ઘટના થઈ ત્યારે પણ શુક્રવારે હતો. આમ, અત્યાર સુધીની ઘટનાઓ જોઈને એવું લાગે છે કે, જો દશેરા શુક્રવારે આવે તો કોઈ મોટી દુર્ઘટના થવાની શક્યતા છે. છેલ્લા 8 વર્ષના દશેરાના દિવસ પર ધ્યાન આપવામાં આવે તો આઠ વર્ષમાં કુલ બે વખત દશેરાન તહેવાર શુક્રવારે આવ્યો હતો અને ત્યારે દેશમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

શું થયું હતું 2014ની પટના ઘટનામાં?