દેશનું અર્થતંત્ર ટોચના ત્રણમાં સ્થાન પામશે: અંબાણી

0
19
અંબાણીએ ઉમેર્યું હતું કે ‘ફેસબુક તથા વિશ્ર્વની બીજી અનેક કંપનીઓ અને ઉદ્યોગ-વેપાર ક્ષેત્રના સાહસિકોને આવનારા દાયકાઓમાં વેગ સાથે જોવા મળનારા ભારતના આર્થિક તથા સામાજિક પરિવર્તનનો હિસ્સો બનવાનો સુવર્ણ મોકો છે.

નવી દિલ્હી: ભારતના સૌથી શ્રીમંત મુકેશ અંબાણીએ મંગળવારે કહ્યું હતું કે ‘આગામી બે દાયકામાં ભારતનું અર્થતંત્ર વિશ્ર્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સ્થાન પામશે અને માથાદીઠ આવક બમણાથી પણ વધી જશે.’ફેસબુકના વડા માર્ક ઝકરબર્ગ સાથેની અનૌપચારિક વાતચીતમાં અંબાણીએ એવું પણ કહ્યું હતું કે ‘ભારતમાં મધ્યમ વર્ગના લોકોનું પ્રમાણ ૫૦ ટકાથી પણ વધુ છે અને એમાં દર વર્ષે ત્રણથી ચાર ટકાનો વધારો જોવા મળશે. હું દૃઢપણે માનું છું કે આવતા બે દાયકામાં ભારતનું અર્થતંત્ર ટોચના ત્રણ અર્થતંત્રોમાં ગણાતું થશે.’ક્રૂડ તેલ તથા ગૅસ તેમ જ રિટેલ બિઝનેસ અને ટેલિકોમ ક્ષેત્રની માતબર કંપની ગણાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું હતું કે ‘વધુ મહત્ત્વની બાબત એ છે કે ભારત ડિજિટલ વિશ્ર્વનું યુવા વર્ગ દ્વારા પ્રેરિત અગ્રગણ્ય રાષ્ટ્ર પણ બનવા જઈ રહ્યું છે અને ભારતની માથાદીઠ આવક ૧,૮૦૦-૨,૦૦૦ ડૉલરથી વધીને ૫,૦૦૦ ડૉલર થઈ જશે.’